હાલોલ- ચૈત્રી નવરાત્રી પર્વનો આજથી પ્રારંભ. શક્તિપીઠ પાવાગઢ ખાતે માઈ ભક્તોનું ઘોડાપૂર

હાલોલ- ચૈત્રી નવરાત્રી પર્વનો આજથી પ્રારંભ. શક્તિપીઠ પાવાગઢ ખાતે માઈ ભક્તોનું ઘોડાપૂર
આજથી સમગ્ર દેશમાં ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. હિન્દુ ધર્મમાં આ નવરાત્રીનો વિશેષ મહિમા છે. પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામા આવેલી પાવાગઢ શક્તિપીઠ ખાતે આજે વહેલી સવારથી જ લાખોની સંખ્યામાં ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યુ હતુ.અને મહાકાલી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સવારે ચાર વાગે મંદિરનાં કપાટ ખુલતાની સાથે મંદિર પરિસર જય મહાકાલીના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ગુજરાત સહિત અન્ય રાજ્યોના ભાવિકો પણ વહેલી સવારથી માતાજીના દર્શન કરવા આવી પહોચ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ પંચમહાલ પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત રાખવામા આવ્યો છે. સાથે સાથે ભાવિકો દર્શન કરી શકે તે માટે એસટી વિભાગ દ્વારા પણ તળેટીથી માંચી સુધી બસો દોડાવાઈ રહી છે. રોપ વે પણ ભાવિકોનો ધસારો જોવા મળ્યો હતો. આગામી નવરાત્રીના નવે નવ દિવસ સુધી ભાવિકોનું ઘોડાપુર જોવા મળશે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300