વૃધ્ધ દંપતિને છરીની અણીએ લુંટી નાશી ગયેલ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પડતી મહુધા પોલીસ

વૃધ્ધ દંપતિને છરીની અણીએ લુંટી નાશી ગયેલ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પડતી મહુધા પોલીસ
Spread the love

ધોળા દીવસે ઘરમાં ધૂસી વૃધ્ધ દંપતિને છરીની અણી ઉપર બાનમાં રાખી ઘરમાંથી રોકડ રૂપિયા ૨,૦૫,૦૦૦/- તથા સોનાની વિટીની લુંટ કરી નાશી ગયેલ આરોપીઓને ગણતરીના જ કલાકોમાં પકડી પાડી તથા લુંટનો તમામ મુદ્દામાલ રિકવર કરી લુંટના ગુનાનો ભેદ ઉકેલતી મહુધા પોલીસ

ગઇ તા.૦૧/૦૪/૨૦૨૫ ના રોજ મહુધા પોલીસ મથક વિસ્તારના મહુધા ટાઉન ખ્રીસ્તિ ફળીયામાં રહેતા ફરીયાદી શ્રી જેઠાભાઇ પુંજાભાઇ મકવાણા નાઓએ તેમના પેન્શનના બચત કરેલ રૂપિયા ૨,૦૫,૦૦૦/-પોતાના ઘરે તિજોરીમાં મુકેલ હતા તથા પોતાના હાથમાં સોનાની વિંટી પહેરેલ હતી અને પોતાના ઘરે જમી પરવારી બપોરના દોઢ વાગ્યાના અરસામાં ઘરે બીજા માળે ટીવી જોતા હતા દરમ્યાન આ કામના પાંચ આરોપીઓ એક દમ પોતાના ઘરે બીજા માળે,ઘૂસી આવેલા અને ફરીયાદીને મોઢા ઉપર ફેંટ મારી તથા ડાબા પગે ઢીંચણ ઉપર ના ભાગે ચપ્પુ જેવા ધારદાર હથિયારથી ઘસરકા કરી ઇજા પહોંચાડી ફરયાદી પાસેથી તેમના ઘરની તિજોરી કબાટની ચાવી જબરજસ્તીથી કઢાવી કબાટમાં મુકેલ પાકીટમાંથી રૂપિયા ૨૦,૦૦0 -/૧.તથા તીજોરીમાં મુકેલ પાકીટમાં મુકેલ રૂ.૮૫,૦૦૦ની તથા ફરીયાદીના જમણા હાથે ત્રીજા નંબરની -/૮ આંગળીએ પહેરેલ અડધા તોલા સોનાની વિંટી રૂપિયા,૦૦૦૨ ની મળી કુલ્લે રૂપિયા -/,૧૩,૦૦૦ની -/મતાની લૂંટ કરી નાશી ગયા બાબતે મહુધા પોલીસ સ્ટેશનમાં પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૦૪૦૩૯૨૫૦૧૮૦/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૯(૬), ૩૩૩, તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુનો નોંધાયેલ હતો.

સદર અતિ ગંભીર પ્રકારના લુંટના ગુનાને શોધી કાઢવા સારૂ પોલીસ મહાનિરિક્ષક શ્રી વિધી ચૌધરી સાહેબ અમદાવાદ વિભાગ અમદાવાદ અને ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.આર વાજપાઇ કપડવંજ વિભાગ કપડવંજ નાઓની રાહબરી હેઠળ મહુધા પોલીસ અધિકારી કર્મચારી ઓની અલગ અલગ ટીમો /બનાવીબનાવની આજુ બાજુના સી.સી.ટી.વી કેમેરા તમામ ચેક કરવામાં આવેલા તથા આ પ્રકારના ગુનો કરવા વાળા શંકાસ્પદ વ્યક્તિઓની યાદી બનાવવામાં આવેલી અને ગુનો શોધવા સઘન કાર્યવાહી શરૂ કરવામાં આવેલ હતી.

ટેકનીકલ અને હ્યુમન ઇન્ટેલીજન્સ મુજબ તપાસ કરી ભારત સરકારના ICS પ્રજેક્ટ તથા ગુજરાત સરકારશ્રીના ઇગુજકોપ પોર્ટલની મદદથી એક શંકાસ્પદ મોટર સાયકલ જણાતા તેનો નંબર સર્ચ કરતા વાહન માલીકનુ નામ સરનામુ મેળવી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવેલ હતી તેમજ આ દરમ્યાન ચોક્કસ અને આધારભુત બાતમી મળેલ કે, મહુધાના (૧)કીરીટભાઇ સન/ઓ બાબુભાઇ કાભયભાઇ મકવાણા રહે. મહુધા રોહીતવાસ ચકલી પાસે તા.મહુધા જીલ્લો ખેડા (૨) દેવ ઉર્ફે દેવો સન/ઓ સંજયભાઇ પ્રતાપભાઇ બારૈયા રહે.મહુધા પારેખ ટીમ્બા તા.મહુધા જીલ્લો ખેડા (૩) હર્ષ ઉર્ફે સની સન/ઓ અશોકભાઇ મણીલાલ ગોહિલ રહે.મહુધા હાલ મહેમદાવાદ વણકર વાસ તા મહેમદાવાદ મુળ રહે. મહુધા ખ્રીસ્તીવાસ તા મહુધા વાળા તથા તેના સાગરીતો આ લૂંટના બનાવને અંજામ આપેલ છે. જેથી ઉપરોક્ત વ્યક્તિઓને પોલીસ સ્ટેશને લાવી સઘન પુછ પરછ કરવામાં આવેલ હતી શરૂઆતમાં આરોપીઓ ગુનો ન કર્યા અંગેનુ રટણ કરતા હોય પરંતુ પોલીસની ઉંડાણ પુર્વની તથા યુક્તિ પ્રયુક્તિથી પુછ પરછ કરતા આરોપીઓએ ગુનાની કબુલાત આપેલ કબુલાત દરમ્યાન પોતાની સાથેના સહ આરોપીઓની માહીતી મેળવી સહ આરોપીઓ (૧) પાનવ સન/ઓ ભરતભાઇ તારાજી રાણા રહે. પી.આઇ બંગલાની બાજુમાં એસ.એલ.એમ ચાલીમાં વટવા આદામવાદ (૨) નિલેશકુમાર સન/ઓ અશ્વીનભાઇ શંકરભાઇ પરમાર રહે. કેશવ-૨ ૫૦૯ પાંચમો માળ બચુભાઇ ચોકડી ઓસીયા મોલની પાસે વટવા અમદાવાદ નાઓને પો.સ્ટે લાવેલા અને તમામ આરોપીઓને અલગ અલગ રાખી સઘન પુછ પરછ કરતા તમામે ગુનાની કબુલાત કરેલ હતી. અને આરોપીઓને ગુનાના કામે અટક કરી તેમની પાસેથી લુંટમાં ગયેલ રોકડા રૂપિયા ૨,૦૫,૦૦૦/- તથા સોનાની વિંટી કિંમત રૂપિયા ૮,૦૦૦/- મળી કુલ્લે રૂપિયા ૨,૧૩,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ

લુંટ કરવા સારૂ ઉપયોગમાં લીધેલ વાહન

(૧)મોટર સાયકલ નંબર જીજે.૨૭ એફ.એચ.૬૧૨૪

લુંટ ના ગુનામાં પકડાયેલ આરોપીઓ

(૧) કીરીટભાઇ સન/ઓ બાબુભાઇ કાભયભાઇ મકવાણા રહે.મહુધા રોહીતવાસ ચકલી પાસે તા.મહુધા જીલ્લો ખેડા ( માસ્ટર માઇન્ડ તથા હથિયાર ( ચપ્પુ) લાવનાર )

(૨) દેવ ઉર્ફે દેવો સન/ઓ સંજયભાઇ પ્રતાપભાઇ બારૈયા રહે.મહુધા પારેખ ટીમ્બા તા.મહુધા જીલ્લો ખેડા) માસ્ટર માઇન્ડ તથા લુંટનો મુદ્દામાલ રાખનાર તથા ફરીયાદીને ઇજા કરનાર (

(૩) નિલેશકુમાર સન/ઓ અશ્વીનભાઇ શંકરભાઇ પરમાર રહે. કેશવ-૨ ૫૦૯ પાંચમો માળ બચુભાઇ ચોકડી ઓસીયા મોલની પાસે વટવા અમદાવાદ ( સાહેદનુ મોઢુ દબાવી બાનમાં રાખનાર )

४) (પાનવ સન/ઓ ભરતભાઇ તારાજી રાણા રહે. પી.આઇ બંગલાની બાજુમાં એસ.એલ.એમ ચાલીમાં વટવા આદામવાદ ( તિજોરીઓ ખોલી મુદ્દામાલ હસ્તગત કરનાર )

(૫) હર્ષ ઉર્ફે સની સન/ઓ અશોકભાઇ મણીલાલ ગોહિલ રહે.મહુધા હાલ મહેમદાવાદ વણકર વાસ તા મહેમદાવાદ મુળ રહે. મહુધા ખ્રીસ્તીવાસ તા મહુધા (માસ્ટર માઇન્ડ રેકી કરનાર તથા વોચ રાખનાર )

લુંટના ગુનામાં રીકવર કરેલ મુદ્દામાલ.

રોકડા રૂપિયા ૨,૦૫,૦૦૦/-

સોનાની વિંટી કિંમત રૂપિયા ૮,૦૦૦/-

કુલ્લે મુદ્દામાલ .૨,૧૩,૦૦૦/-

આરોપીનો ગુનાનો એમો.

એકાન્તમાં રહેતા સીનીયર સીટીજનોને ટાર્ગેટ કરી અને બપોરના સમયે વિસ્તારની રેકી કરી અને ગુનાને અંજામ આપેલ છે.
અગાઉના લૂંટના નિષ્ફળ પ્રયાસ

(૧) આજથી આશરે પંદરેક દીવસ ઉપર આરોપી કિરીટના ફળીયામાં રહેતા મહુધાથી અપહરણ કરી લુંટ કરવાનુ આયોજન કરેલ પરંતુ આરોપીના કાકા ન આવતા આયોજન નિષ્ફળ નિવળેલ.

(૨) તે જ દીવસે કિરીટના ફળીયાના દાદા હાલ નડીયાદ મંજીપુરા રહેતા હોય તેઓનુ તેઓના રહેઠાણથી અપહરણ કરી લુંટ કરવાનુ આયોજન કરેલ પરંતુ દાદા ઘરે હાજર ન હોય ઘરને તાળુ મારેલ હોય આયોજન નિષ્ફળ નિવળેલ

(3) તે જ દીવસે ઉત્તરસંડાથી ચેઇન સ્નેચિંગ કરવાનુ આયોજન કરેલ પરંતુ દીવસ દરમ્યાન રેકી કરવા છતા મળી આવેલ ન હોય આયોજન નિષ્ફળ નિવળેલ

(૪) તા.૨૯/૦૪/૨૦૨૫ ના રોજ આરોપી કિરીટ તથા હર્ષ ઉર્ફે સનીએ પ્લાન કરેલ કે આપડા વિસ્તારમાં રહેતા જેઠાભાઇ એકલા રહે છે. અને તેની પાસે મોટી રકમ હોય છે. અને બપોરના સમયે કોઇ વ્યક્તિ હાજર હોતુ નથી.જેથી મહુધામાં ગુનાને અંજામ આપવાનુ આયોજન કરેલ અને તમામે એક બીજા સાથે ટેલીફોની તથા રૂબરૂમાં ચર્ચા કરેલ ત્યાર બાદ તા.૩૦/૦૪/૨૦૨૪ ના રોજ દીવસ દરમ્યાન રેકી કરવામાં આવેલ પરંતુ લોકોની બપોરના ટાઇમે અરવ જવર ચાલુ હોય નિષ્ફળ થયેલ

સફળ કામગીરી કરનાર અધિકારી કર્મચારી

રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!