સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન : જિલ્લાના ઓવરવેઈટ કર્મયોગીઓ માટે કેમ્પ યોજાશે

સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન
જિલ્લાના ઓવરવેઈટ કર્મયોગીઓ માટે કેમ્પ યોજાશે : મેદસ્વિતા ઘટાડવા નિષ્ણાંતો દ્વારા ખાનપાન, કસરત અને તણાવ મુક્ત જીવન શૈલી અંગે માર્ગદર્શન અપાશે
જૂનાગઢ જિલ્લાના કર્મયોગીઓ માટે શરૂ કરાયેલ એક પહેલ સ્વ હિતાર્થ થી કર્મયોગી પ્રોજેક્ટ અન્વયે જિલ્લાના દરેક વિભાગ વાઇઝ નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી
જિલ્લાના તમામ કર્મયોગીઓનો બોડી માસ ઇન્ડેક્સ – BMI ડેટા એકત્ર કરાયો
જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને આજ રોજ સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લામાં જનજાગૃતિ માટે વિવિધ વિભાગોએ કરવાની થતી કામગીરી અંગે જરૂરી સમીક્ષા કરવામાં આવી હતી.
જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા દ્વારા કર્મયોગીઓના સ્વાસ્થ્ય માટે એક નવીન પહેલ કરવામાં આવી છે. જે અન્વયે એક પહેલ સ્વહિતાર્થ થી કર્મયોગી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના વર્ગ ૧ થી ૪ના તમામ કર્મયોગીઓનો બોડી માસ ઇન્ડેક્સનો ડેટા એકત્ર કરવામાં આવ્યો છે. તેમજ જિલ્લાની દરેક કચેરી વાઇઝ નોડલ ઓફિસરોની પણ નિમણૂક કરવામાં આવી છે. આ એકત્રિત ડેટાના આધારે આગામી સમયમાં ઓવરવેઈટ થી ઓબેસ ગ્રેડ ૧,૨ અને ૩ ધરાવતા કર્મયોગીઓ માટે કેમ્પ યોજાશે. જેમાં નિષ્ણાંત દ્વારા કર્મયોગીઓને ખાવા પીવામાં રાખવાની થતી કાળજી, એક્સરસાઇઝ, સ્ટ્રેસ લેવલ દૂર કરવા સંબંધિત જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.
આ બેઠકમાં કલેકટરશ્રીએ અધિકારીઓને રોજિંદા જીવનમાં પણ ખાંડ, તેલનું પ્રમાણ ઘટાડવા તેમજ એક્સરસાઇઝ, યોગા કરવા અનુરોધ કર્યો હતો.
ખાસ કરીને કલેકટરશ્રીએ જૂનાગઢ શહેર ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ તલાટી સુધી તમામ કર્મયોગીઓને આ પ્રોજેકટ અન્વયે સમાવવા પ્રાંતઅધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરશ્રી ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન ,અધિક કલેકટર શ્રી એન.એફ. ચૌધરી સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300