મધુવન સ્થિત કદમકુંડનું મહાત્મ્ય ભગવાન શ્રીકૃષ્ણ-રુક્ષ્મણી ના વિવાહની સાથે જોડાયેલું છે

મધુવન સ્થિત કદમકુંડનું મહાત્મ્ય ભગવાન શ્રીકૃષ્ણ-રુક્ષ્મણી ના વિવાહની સાથે જોડાયેલું છે
Spread the love

મધુવન સ્થિત કદમકુંડનું મહાત્મ્ય ભગવાન શ્રીકૃષ્ણ-રુક્ષ્મણી ના વિવાહની સાથે જોડાયેલું છે


ગોસા(ઘેડ) : ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન ઉત્સવ પ્રસંગ સાથે જોડાયેલા ઐતિહાસિક સ્થળો માધવપુર ખાતે આજે પણ સચવાયેલા છે. માધવપુરના મધુવન ખાતે આવેલ કદમ કુંડ જેમાનું એક ઐતિહાસિક પુરાણું સ્થળ છે.

શ્રી માધવરાયજી મંદિરના કુલ ગોર અને ટ્રસ્ટી જનકભાઈ પુરોહિતે કદમકુંડ ઐતિહાસિક મહત્વ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આશરે ૫૨૦૦ વર્ષ પહેલાં મધુવન ક્ષેત્રમાં દેવી-દેવતાઓનીઉપસ્થિતિ માં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણી માતાના વિવાહોત્સવ નો પ્રસંગ સંપન્ન થાય છે.ત્યાર બાદ ભગવાન શ્રીકૃષ્ણ રુક્ષ્મણી માતાને પોતાની ઈચ્છા વિશે પૂછે છે ત્યારે રૂક્ષ્મણી માતા સ્નાન કરવા માટે એક જલ કુંડ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરે છે.

માતા રૂક્ષ્મણીની ઈચ્છા મુજબ ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં ઋષિમુનિ ઓ સાથે સ્નાન કરવા માટે જલકુડ નું નિર્માણ કરે છે અને તેના પર માતાજીના પ્રિય વૃક્ષ કદમ વાવવા માં આવે છે તેથી આ કુંડનું નામ કદમકુંડ પાડવામાં આવ્યું છે.આજે પણ આ કદમકુંડ મધુવન ક્ષેત્રમાં આવેલો છે. આ રીતે માધવપુરમાં બ્રહ્મકુંડ પણ આવેલો છે તેનું પૌરાણિક મહાત્મ્ય છે.

રિપોર્ટ :- વિરમભાઈ કે. આગઠ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!