પ્રાણજીવન શાહ પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના બાળકોનો વિદાય કાર્યક્રમ યોજાયો

પ્રાણજીવન શાહ પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના બાળકોનો વિદાય કાર્યક્રમ યોજાયો
ખંભાત તાલુકાની પ્રાણ જીવન શાહ પ્રાથમિક શાળામાં પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કરેલ ધોરણ 8 ના બાળકોનો વિદાય કાર્યક્રમ રાખવામાં આવ્યો.જેમાં મહેમાન દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું.પ્રાર્થના બાદ બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યા.વિદ્યાર્થી વૈશાલી બારૈયા એ પોતાના અભ્યાસિક અનુભવ વાગોળ્યા હતા.વિદાય લઇ રહેલા બાળકોએ શાળાને સ્મૃતિ ભેટ અર્પણ કરી.આ પ્રસંગે પે સેન્ટર આચાર્ય અનુભાઈ વેગડા ,સી.આર.સી અબ્દુલભાઇ શેખ ઉપસ્થિત રહ્યા હતા.સોનલબેન રાણા તરફથી શાળાના તમામ બાળકોને ભોજન આપવામાં આવ્યું.શાળાના આચાર્ય એ મહેમાન ,દાતા ,વાલીગણ નો આભાર વ્યક્ત કર્યો હતો..સમગ્ર કાર્યક્રમનું સંચાલન મેહુલભાઈ સોલંકી એ કર્યું હતું.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300