રાધનપુરના વડનગર ખાતે પ્રા. શાળા વિવેકાનંદ વિદ્યાલયમાં આચાર્યના નવમાં પુસ્તકનું વિમોચન

રાધનપુરના વડનગર ખાતે પ્રા. શાળા વિવેકાનંદ વિદ્યાલયમાં આચાર્યના નવમાં પુસ્તકનું વિમોચન
Spread the love

રાધનપુરના વડનગર ખાતે પ્રા. શાળા વિવેકાનંદ વિદ્યાલયમાં આચાર્યના નવમાં પુસ્તકનું વિમોચન થયું

વિદ્યાલયના આચાર્ય કલ્પેશભાઇ અખાણીના નવમાં પુસ્તક “સફળતાના સોપાનો” નું પરબતભાઇ ચૌધરીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું

રાધનપુર તાલુકાના વડનગર પ્રાથમિક શાળા ખાતે તા.૪-૪-૨૫ ના રોજ ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ યોજાઇ ગયો.આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યો હતો .શાળાના ધોરણ ૮ ના વિદાય લઇ રહેલા તેમજ અન્ય ધોરણના વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા .વિવેકાનંદ વિકાસ મંડળના પ્રમુખ પરબતભાઇ ચૌધરીએ ઉપસ્થિત રહ્યા હતા.વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લેનાર બાળકોનું મહેમાનોના હસ્તે ઇનામ આપી સન્માન કર્યુ હતું.આ કાર્યક્રમમા વિવેકાનંદ વિદ્યાલયના આચાર્ય કલ્પેશભાઇ અખાણીના નવમાં પુસ્તક “સફળતાના સોપાનો” નું પરબતભાઇ ચૌધરીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં વિરમભાઇ ચૌધરી,રમેશભાઇ ચૌધરી,ઇશ્વરભાઇ દેસાઇ,જેહાભાઇ ચૌધરી,જેસુંગભાઇ ચૌધરી હાજર રહ્યા હતા.કાર્યક્રમનું સુંદર સંચાલન વડનગર પ્રાથમિક શાળાના આચાર્ય હેમાભાઇ પટેલે કર્યુ હતું.શાળાના સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટ : અનિલ રામાનુજ રાધનપુર..

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!