રાધનપુરમા રામનવમીની ભવ્ય શોભાયાત્રાને લઈને શાંતિ સમીતીની મીટીંગ યોજાઈ..

રાધનપુરમા રામનવમીની ભવ્ય શોભાયાત્રાને લઈને શાંતિ સમીતીની મીટીંગ યોજાઈ..
Spread the love

રાધનપુરમા રામનવમીની ભવ્ય શોભાયાત્રાને લઈને DYSP ડી.ડી ચૌધરીના અધ્યક્ષ સ્થાને શાંતિ સમીતીની મીટીંગ યોજાઈ..

શહેરમાં કોમી એકતા જળવાઈ રહે જેને લઈને હિન્દુ ધર્મ અને મુસ્લિમ ધર્મ ના આગેવાનો અને કાર્યકરો સાથે મિટિંગ યોજાઈ…..


પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ DYSP કચેરી ખાતે રાધનપુરના નગરજનો ની ઉપસ્થિતિ માં DYSP ડી.ડી ચૌધરી અને રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.કે ચોધરીની ઉપસ્થિતિ માં રાધનપુર ખાતે શાંતિ સમિતિ ની બેઠક યોજાઈ હતી.
રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને બાંધકામ સમિતિના ચેરમેન ગુલામભાઈ ઘાંચી અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ લખમણભાઇ આહીર SAHIT બજરંગદળ ના કાર્યકર્તાઑ અને હિન્દુ ધર્મ ના આગેવાનો કાર્યકરો અને કોંગ્રેસ પક્ષના આગેવાનો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને આમ આદમી પાર્ટી આગેવાનો ની ઉપસ્થિતિ માં રાધનપુર ખાતે યોજાનારી રામનવમીની ભવ્ય શોભાયાત્રા ને લઈને શાંતિ સમીતીની મીટીંગ યોજાઈ હતી. જૅ મિટિંગ અંતર્ગત DYSP કચેરી ખાતે રાધનપુરમાં ખાતે તા.૬/૪/૨૦૨૫ ને રવિવારના રોજ યોજાનાર રામનવમીની વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રાને લઈને પોલીસ અને હિન્દૂ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજાઈ હતી.

 

રિપોર્ટ : અનિલ રામાનુજ રાધનપુર..

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!