સાંતલપુરના સિધાડા ગામ ખાતે પે સેન્ટર શાળામાં વિદાય સમારોહ યોજાયો..

સાંતલપુરના સિધાડા ગામ ખાતે પે સેન્ટર શાળામાં વિદાય સમારોહ યોજાયો..
સીધાડા પે સેન્ટર શાળામાં ધો.8 નો વિદાય સમારોહ કાર્યક્રમમાં શ્રેષ્ઠ વિદ્યાર્થી પુરસ્કાર અપાયા..
પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના સીધાડા ગામ ખાતે સીધાડા પે.સેન્ટર શાળામાં ધો. 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. ટૂંકજ સમયમાં બીજા સત્રની પરીક્ષા પૂર્ણ થઈ ધોરણ 8 ના બાળકો ધોરણ 9માં પ્રવેશ કરી ઉચ્ચ સિદ્ધિઓ સર કરી આગળ વધે તેવા આશય સાથે આજનો આ દીક્ષાત સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
સીધાડા પે સેન્ટર શાળામાં કાર્યક્રમ અંતર્ગત શાળા પરિવાર દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન ધોરણ આઠમાં અભ્યાસ કરતા બાળકોમાં સેવા,સહકાર, સંસ્કાર,શિક્ષણ,નિયમિતતા,ગણવેશ વગેરે બાબતમાં સારા ગુણો ધરાવતા ત્રણ કુમાર અને ત્રણ કન્યાઓને શ્રેષ્ઠ વિદ્યાર્થી પુરસ્કાર તરીકે નવાજવામાં આવ્યા હતા.
આ ઉપરાંત શાળા પરિવાર વતી ધોરણ 8 ના તમામ બાળકોને ફાઇલ ફોલ્ડર અને બોલપેન રૂપી એક સ્મૃતિ ભેટ પણ આપવામાં આવી હતી. સાથે સાથે ધોરણ 8ના બાળકોએ શાળાને યાદરૂપી ડિજિટલ ઘડિયાળની પણ સપ્રેમ ભેટ આપી હતી.તેમજ શાળામાં વિદાય લઇ રહેલા બાળકોએ ધોરણ 1 થી લઈને ધોરણ 8 સુધી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઑ પોતાની મીઠી યાદોને યાદ કરી શિક્ષક અને શિક્ષણ કાર્યને બિરદાવ્યા હતા
તથા તમામ ગુરૂજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
સીધાડા પે સેન્ટર શાળા પરિવારના શિક્ષક સ્ટાફ દ્વારા પણ બાળકોને ઉચ્ચ પ્રગતિને તરફ પ્રયાણ કરવાનાં આશય સાથે આશીર્વાદ વચન આપવામાં આવ્યા હતા.કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય ભાવેશભાઈ પંચાલ દ્વારા ધોરણ. 8ના વિદ્યાર્થીઑને આગળના માધ્યમિક શિક્ષણ માટે શુભકામનાઑ તથા માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યુ હતું.
શાળાના સમગ્ર સ્ટાફ વતી બાળકોને તિથિ ભોજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અને કાર્યક્રમના અંતે ધોરણ 8 ના વિદાય લઇ રહેલા વિદ્યાર્થીઑને તમામ ગુરુજનો દ્વારા આગળના ઉચ્ચ અભ્યાસમાં પ્રગતિ કરી અને શાળા તથા ગામનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઑ પાઠવવામાં આવી હતી.
રીપોર્ટ : અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300