રાધનપુરમાં ગરીબ દર્દીને વ્હારે આશીર્વાદરૂપ ડોક્ટર,દર્દીને નવજીવન આપ્યું..

રાધનપુરમાં ગરીબ દર્દીને વ્હારે આશીર્વાદરૂપ ડોક્ટર,દર્દીને નવજીવન આપ્યું..
દૂરબીનથી સફળ ઓપરેશન કરી 500 ગ્રામની ગાંઠ બહાર કાઢી દર્દીને નવજીવન આપતાં પરિવારે આભાર વ્યક્ત કર્યો,ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની બનાસ હોસ્પિટલ..
પાટણ જિલ્લાના વઢીયાર પંથકમાં વર્ષોથી રાધનપુર ખાતે આવેલ બનાસ હોસ્પિટલના તબીબ કે જેઓની તબીબી ક્ષેત્રે ગરીબ દર્દી માટે આશીર્વાદ રૂપ બની રહી છે.
ત્યારે તાજેતર માજ એક ગરીબ પરિવારની બહેનને ગર્ભાશયની કોથળીમાં અસહ્ય દુખાવો થતો હતો.ત્યારે મહત્વ નું છૅ કે અનેક જગ્યાએ આ દર્દીને પરિવારે ગાયનેક ડોકટરોને બતાવ્યું પણ ઉંચા ખર્ચે પણ કોઈ તબીબ મટાડવાની જવાબદારી લેતા ન હતાં.
ત્યારે આખરે રાધનપુરમાં ખુબજ જુના અને સેવાભાવી ડો. પ્રકાશભાઈ પિંડારીયા પાસે આ દર્દી ને લઈને પરિવારજનો આવ્યા હતા ત્યારે દર્દીને જોઈ એડમિટ કરી તેમને દૂરબીનથી સફળ ઓપરેશન કરી 500 ગ્રામની ગાંઠ બહાર કાઢી દર્દીને નવજીવન મળતા પરિવારે ડોક્ટર નો આભાર વ્યક્ત કર્યો હતો. અને દર્દી પાસેથી ફક્ત મેડિકલ ખર્ચ જ લઇ સેવા કરી હતી આમ આ વિસ્તારમાં ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહ્યાં છે બનાસ હોસ્પિટલ ના તબીબ કે જેઓ સેવાકીય પ્રવૃત્તિ કરી ગરીબ માણસોને મદદરૂપ બનતા પંથકમાં લોકોએ પણ સેવાકીય પ્રવૃત્તિને સરાહી હતી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300