કીડીયારા ભંડારા માટે નાળિયેર ભરવાની કામગીરી શરૂ,

રાધનપુર સતગુરુ પરિવાર દ્વારા કીડીયારા ભંડારા માટે નાળિયેર ભરવાની કામગીરી શરૂ,છેલ્લા પાંચ વર્ષથી રાધનપુરમાં ચામુંડા સોસાયટીના રહીશો દ્વારા સેવાકીય કાર્ય કરાય છૅ..
કીડીયારા ભંડારા માટે 5400 નાળિયેર ચામુંડા સોસાયટીમાં જલારામ મંદિર અને હનુમાનજી મંદિર ખાતે મહિલાઓ દ્વારા સેવાકીય પ્રવૃતિ કરવામાં આવી..
રાધનપુરથી નાળિયેર તૈયાર કરી મોરબી ખોખરા હનુમાનજી ધામમાં કંકેશ્વરીના સાનિધ્યમાં કીડીયારા ભરવામાં આવશે..દાતાઓ દ્વારા ત્રણ લાખ રૂપિયાના ખર્ચે નાળિયેરો તૈયાર કરવામાં આવી રહ્યા છે..
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ચામુંડા સોસાયટી ખાતે ચામુંડા સોસાયટીના રહીશો દ્વારા દર વર્ષે ચૈત્ર માસની અંદર પુણ્ય કામ કરતા હોય છે. ત્યારે દર વર્ષે કિડિયારા ભરવા માટે નાળિયેર બનાવવામાં આવે છે નાળિયેર ની અંદર સોજી ખાંડ અને લોટ જેવી અન્ય વસ્તુઓ નાખી કીડીયારા ભરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ પુણ્ય ના સેવાના કામે 5400 નાળિયેરના કીડીયારા ભરવા માટે રાધનપુર ખાતે આવેલ ચામુંડા સોસાયટીમાં જલારામ મંદિર અને હનુમાનજી મંદિર ખાતે મહિલાઓ દ્વારા સેવાકીય પ્રવૃતિ કરી નાળિયેર ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ તમામ નાળિયેર ભરવામાં રાધનપુર સતગુરુ પરિવાર રાધનપુર દ્વારા કીડીયારા ભંડારા માટે નાળિયેર ભરવાની કામગીરી શરૂ કરાઈ છૅ જેમાં 5400 નાળિયેર
સતગુરુ પરિવાર રાધનપુર ચામુંડા સોસાયટી રાધનપુર તૈયાર કરી ખોખરા હનુમાનજી મંદિર ખોખરા ધામ મોરબી માં કંકેશ્વરીના સાનિધ્યમાં કીડીયારા ભરવામાં આવશે. એક નાળિયેરનો અંદાજિત 60 થી 70 રૂપિયા ખર્ચ લાગે છે જેના ચામુડા સોસાયટીના રહીશો દ્વારા અલગ અલગ દાતાઓ બની અને ત્રણેક લાખ રૂપિયાના અંદાજે ખર્ચે નાળિયેરો તૈયાર કરવામાં આવી રહ્યા છે.દર સાલની જેમ છેલ્લા પાંચ વર્ષથી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ચામુંડા સોસાયટીના રહેશો દ્વારા સરસ મજાનું સેવાકીય કાર્ય કરવામાં આવે છે
રીપોર્ટ : અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300