વડગામ : કરમાવત તળાવ ભરવા પાઇપલાઇન નાખવાના કામમાં કોન્ટ્રાકટર દ્વારા ગંભીર બેદરકારી

વડગામ : કરમાવત તળાવ ભરવા પાઇપલાઇન નાખવાના કામમાં કોન્ટ્રાકટર દ્વારા ગંભીર બેદરકારી
Spread the love

વડગામ તાલુકામાં કરમાવત તળાવ ભરવા માટે…

પાઇપલાઇન નાખવાના કામમાં કોન્ટ્રાકટર દ્વારા ગંભીર બેદરકારી

ડાલવાણા પાસેના વળાંક પર રોડ પર યોગ્ય રીતે પુરાણ ન કરાતા ખાડાને કારણે અકસ્માત સર્જાય તેવી ભીતિ

(બ્યુરો રિપોર્ટ બનાસકાંઠા દ્વારા)

વડગામ તાલુકામાં લિફ્ટ ઇરીગેશન પાઇપલાઇન પ્રોજેક્ટ હેઠળ મોટીદાઉથી કરમાવત સુધી તળાવ ભરવાની યોજના હેઠળ નર્મદા વોટર રિસોર્સ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા હાલમાં પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે. આ કામ થવાથી સિંચાઇનું કામ સારું થશે એવી ખેડૂતોમાં આશા બંધાઈ છે.

પરંતુ આ કામ માટે કોન્ટ્રાક્ટર દ્વારા જાહેર રોડ પર ખોદકામ કરી પાઇપલાઇન નાખ્યા બાદ ખાડામાં યોગ્ય રીતે રોડાં અને માટીથી પુરાણ કરવામાં આવતું ન હોવાથી રોડ ઉપરથી વાહન પસાર થતા જ્યાં પાઇપલાઇન નાખવામાં આવી છે એટલો ભાગ બેસી જતા રોડ પર ખાડા પડી ગયા છે. કોન્ટ્રાકટર દ્વારા પીલુચા-નાગવાસણ સ્ટેટ હાઇવેના રોડ ઉપર પાઈપલાઇન તો પૂરી દેવાઈ છે. પરંતુ રોડ ઉપર ખાડા યથાવત રાખ્યા હોવાથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.

જેમાં ડાલવાણા પાસેના વળાંક પર તો અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઇ રહી છે. જો કોન્ટ્રાક્ટરની આ ગંભીર પ્રકારની બેદરકારીના કારણે કોઈ અકસ્માત થશે તો જવાબદાર કોણ રહેશે? એ સવાલ સ્થાનિક લોકોમાં ઉઠવા પામ્યો છે? આ બાબતે સ્થાનિક જાગૃત લોકો દ્વારા કોન્ટ્રાક્ટરના માણસોનું ધ્યાન દોરવા છતાં હજુ સુધી કોન્ટ્રાકટરે કોઈ ગંભીરતા દાખવી નથી ત્યારે કોન્ટ્રાકટર કોઈ નિર્દોષની જાન જાય તેની રાહ જોઈ રહ્યો છે કે શું? શું અકસ્માત થશે તો કોન્ટ્રાક્ટર જવાબદાર રહેશે કે અધિકારીઓ? એવો આક્રોશ સ્થાનિક લોકો વ્યકત કરી રહ્યા છે. આ બાબતની ગંભીર નોંધ લઈ નર્મદા વોટર રિસોર્સ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા સ્થળ ઉપર તપાસ કરાવી તાત્કાલિક અસરથી કોન્ટ્રાકટર પાસે યોગ્ય રીતે રોડ ઉપર પુરાણ કામ કરાવી રોડનું સમારકામ કરાવાય તેવી સ્થાનિક લોકોમાં માંગ ઉઠવા પામી છે.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!