જુનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવાસિયાની વધુ એક નવીન પહેલ

જુનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવાસિયાની વધુ એક નવીન પહેલ
Spread the love

જુનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવાસિયાની વધુ એક નવીન પહેલ

કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને મેંદરડા તાલુકાના સરપંચશ્રીઓ સાથે લોકપ્રશ્નો અંગે સંવાદ કાર્યક્રમ યોજાયો

લોકપ્રશ્ન અર્થે સરપંચ સંવાદ કાર્યક્રમ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર સીધું જ સરપંચશ્રીઓ અને તલાટીશ્રીઓ સાથે જોડાઈ શકશે : કલેકટરશ્રી

તબક્કાવાર જુદા જુદા તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો ઉકેલવા જિલ્લા કલેકટરશ્રી સરપંચશ્રીઓ સાથે કરશે સંવાદ

મેંદરડા તાલુકાના સરપંચશ્રીઓએ જિલ્લા કલેકટરશ્રીને લોકપ્રશ્નોની રજૂઆત કરી : પ્રશ્નોના નિરારણ અર્થે સંબંધિતોને જરૂરી સૂચનાઓ આપતા કલેકટરશ્રી

મેંદરડામાં અધ્યતન લાયબ્રેરીના નિર્માણ માટે રૂ. ૨૫ લાખના અનુદાનની જાહેરાત કરતા જિલ્લા કલેક્ટરશ્રી

જૂનાગઢ : જનસમસ્યાઓને ઉકેલવા જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ વધુ એક નવીન પહેલ કરી છે. કલેકટરશ્રીએ લોકપ્રશ્નો અર્થે સરપંચશ્રીઓ સાથે સંવાદ કાર્યક્રમ શરૂ કર્યો છે.
મેંદરડા પ્રાંત અધિકારીની કચેરી ખાતે કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને મેંદરડા તાલુકાના સરપંચશ્રીઓ સાથે લોકપ્રશ્નોના ઉકેલ માટે સરપંચ સંવાદ કાર્યક્રમના માધ્યમથી તેમની સમસ્યાઓનો તાગ મેળવવામાં આવ્યો હતો. આ સાથે તેના ઉચિત ઉકેલ માટે પણ જરૂરી પરામર્શ કરવામાં આવ્યો હતો.


જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું કે, આ પ્રકારના કાર્યક્રમની શરૂઆત કરવાથી જિલ્લા વહીવટી તંત્ર સીધું જ સરપંચશ્રીઓ અને તલાટીશ્રીઓ સાથે જોડાઈ શકશે. ઘણી વાર ગ્રામ્ય કક્ષાના તમામ પ્રશ્નોનો જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં સમાવેશ કરી શકાતો નથી. ઘણી વખત સમયનો અભાવ હોય છે. ત્યારે આ પ્રકારના આયોજન થકી જિલ્લા વહીવટી તંત્ર સાથે ગ્રામ્ય વિસ્તારના લોકો સીધા જોડાઈ શકે છે. તેમના પ્રશ્નોનો સ્થળ ઉપર જ તાત્કાલિક નિરાકરણ આપી શકાય છે.
કાર્યક્રમમાં જમીન માપણી, પાળા બનાવવા, કોઝ વે નિર્માણ, દબાણ હટાવવા, રોડ રીપેરીંગ, રોડ રિસરફેસિંગ, એસટી બસ સ્ટોપ બનાવવા, પુલ નિર્માણ, ગૌચર જમીન, ગ્રામ પંચાયતના નવા ભવન નિર્માણ, નવા રોડ બનાવવા સહિતના ૫૦ જેટલા વિવિધ પ્રશ્નોની વિસ્તૃતપણે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે, મેંદરડા ખાતે એક અત્યાધુનિક લાયબ્રેરીનું નિર્માણ કરવામાં આવે તે જરૂરી છે, જેથી આજુબાજુના ગામડાના વિદ્યાર્થીઓને વાંચવા માટે દૂર સુધી જવું ન પડે. જેને ધ્યાનમાં રાખતા જિલ્લા કલેકટરશ્રીએ રૂ. ૨૫ લાખની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. આમ, ભવિષ્યમાં મેંદરડા ખાતે સુવિધાસભર અત્યાધુનિક લાયબ્રેરીનું નિર્માણ કરવામાં આવશે.


અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયા જૂનાગઢ જિલ્લાના પ્રશ્નોના હકારાત્મક ઉકેલ માટે સતત પ્રયત્નશીલ છે. આ તકે ગેરહાજર રહેલા સરપંચશ્રીઓના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ અરજદારો દ્રારા પણ તેના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેના નીરાકરણ અંગે કલકેટરશ્રી એ ખાતરી આપી હતી. લોક કલ્યાણ અને લોક વિકાસના કામો માટે તેઓ સતત નવીન અભિગમ અપનાવતા રહે છે.આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ આ પ્રકારે તાલુકાના સરપંચશ્રીઓ સાથે લોકપ્રશ્નો અંગે સંવાદ કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવનાર છે.
આ તકે જિલ્લા કલેકટરશ્રીને પુષ્પગુચ્છ, મોમેન્ટો અર્પણ કરીને અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ઉકત સમીક્ષા બેઠકમાં મેંદરડા પ્રાંત અધિકારી શ્રી કિશન ગળચર , મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા પંચાયતના સભ્યોશ્રી, અરજદારશ્રીઓ, કર્મચારીઓ હાજર રહ્યા હતા.

રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!