રાધનપુરના ગુલાબપુરા માઇનોર કેનાલમાં પાણી ચાલુ રાખવા કાર્યપાલક ઈજનેરને રજુઆત..

રાધનપુરના ગુલાબપુરા માઇનોર કેનાલમાં પાણી ચાલુ રાખવા કાર્યપાલક ઈજનેરને રજુઆત..
ખેડુત હિતલક્ષી નિર્ણય લઈને ઉનાળુ પાણી ચાલુ રાખવા બાબતે ગુલાબપુરા સરપંચની રજૂઆત…
રાધનપુર તાલુકાના ગુલાબપુરા માઇનોર કેનાલમાં પાણી ચાલુ રાખવા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કાર્યપાલક ઈજનેરને રજુઆત કરવામાં આવી છૅ.ખેડુત હિતલક્ષી નિર્ણય લઈને ઉનાળુ પાણી ચાલુ રાખવા બાબતે ગુલાબપુરા સરપંચની રજૂઆત ઉનાળું પાણી ગુલાબપુરા માઈનોર કેનાલમાં ચાલું કરવા બાબતે કરવામાં આવી છૅ.
ગુલાબપુરા ડિસ્ટીની ગુલાબપુરા માઇનોર કેનાલ ઉનાળુ પાક માટે પાણી ચાલુ રાખવા માટે લેખિત રજુઆત માં જણાવ્ય પ્રમાણે તા-૫-૪-૨૫ થી તા-૨૫-૫-૨૫/સુધી પાણી ચાલુ રાખવા ગુલાબપુરા ગામના ખેડુતોએ પાણીની માણણી કરી છૅ.ત્યારે ખેડુતોની વ્યથા સમજવા અને પાણીનું પૂરતી વ્યવસ્થા સાથે જલદી નિરાકરણ લાવી ગુલાબપુરા ડિસ્ટ્રિ કેનાલમાં પાણી છોડવા રજુઆત કરી છૅ. ગુલાબપુરા ગામના અંદાજિત ૮૦ ખેડુતોને ઉનાળુ પાક માટે પાણી જરૂરિયાત હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છૅ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300