રાધનપુરમાં ચાલુ ગાડીએ અચાનક લાગી આગ : ડ્રાઇવરનો આબાદ બચાવ

રાધનપુરમાં ચાલુ ગાડીએ અચાનક લાગી આગ : ડ્રાઇવરનો આબાદ બચાવ
ડ્રાઇવરએ સમય સૂચકતા વાપરી કાર સાઈડમાં પાર્ક કરી બહાર નીકળી જતા જાનહાની ટળી.
રાધનપુર થી વારાહી હાઇવે તરફ જઈ રહેલ ચાલુ ગાડીમા જ અચાનક આગ લાગી,પેટ્રોલ ગાડીમાં આગ લાગતા ડ્રાઇવરની સમય સૂચકતાએ જાનહાની ટળી.
રાધનપુર ખાતે હાઇવે તરફ જઈ રહેલ પેટ્રોલ ગાડીમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ ગાડી રાધનપુર થી વારાહી હાઇવે તરફ જઈ રહી હતી ત્યારે રાધનપુરના કોલેજ રોડ નજીક જઈ રહેલ પેટ્રોલ ગાડીમાં અચાનક આગ લાગી હતી.
જોકે કારમાં આગ લાગતાની સાથેજ ડ્રાઇવરએ સમય સૂચકતા વાપરતા ગાડી સાઈડ કરીને નીચે ઉતરી જતા ડ્રાંઇવરનો આબાદ બચાવ થયો હતો.જોકે ગાડીમા આગ કયા કારણોસર લાગી હતી તે જાણી શકાયું નથી એટલે કે ગાડીમાં આગ લાગવાનું કારણ હાલ અકબંધ જોવા મળ્યું છૅ. રાધનપુર ખાતે કારમાં આગ લાગતા લોકોમાં બેઘડી અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.જોકે, ઘટનામાં ડ્રાઇવરે સમય સૂચકતા વાપરતા ડ્રાઇવર ગાડી બહાર નીકળી જતા ડ્રાંઇવરનો આબાદ બચાવ થયો હતો અને કારમાં આગ લાગતા નજીકના લોકો અને રસ્તા પર જઈ રહેલ વાહન ચાલકોએ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300