સમીના મોટા જોરાવરપુરા ગામે રિટાયર્ડ આર્મીમેન નું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત..

સમીના મોટા જોરાવરપુરા ગામે રિટાયર્ડ આર્મીમેન નું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત..
ગાડૅસ રેજીમેન્ટ ની 8વી બટાલીયન વિભાગમાં માં ભોમની રક્ષામાં 17 વર્ષ સેવા આપી માદરે વતન આવતા ભવ્ય બાઈક રેલી કાઢી સમસ્ત ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું .
પાટણ જીલ્લાના સમી તાલુકાના મોટા જોરાવરપુરા ગામના રાજેશભાઇ ગણેશભાઇ ચૌધરી ભારત સરકારના ગાડૅસ રેજીમેન્ટ ની 8વી બટાલીયન વિભાગમાં માં ભોમની રક્ષામાં 17 વર્ષ સેવા આપી માદરે વતન આવતા સમસ્ત ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
ભવ્ય બાઈક રેલી સાથે ડીજે ના તાલે આર્મી મેન નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.માઁ ભોમની રક્ષામાં દેશની સેવા કાજે પોતાની ફરજના 17 વર્ષ પૂર્ણ કરી માદરે વતન પરત ફરતા સમસ્ત ગ્રામજનો દ્વારા ત્રિરંગા રેલી કાઢી વાજતે ગાજતે ડી જે ના તાલે બાઈક રેલી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ગામમાં પહોંચતા ગામની બાલિકાઓ દ્વારા ભવ્ય સામૈયું કર્યું હતું.રિટાયર્ડ આર્મી મેન રાજેશભાઇ ગણેશભાઇ ચૌધરીને સાલ ઓઢાડી ફુલહાર પહેરાવી નિવૃતજીવન પરિવાર સાથે સુખમય નીવડે એવી શુભેચ્છાઓ સમજના આગેવાનો સહીત ગામના સરપંચએ પાઠવી હતી..
રિટાયર્ડ આર્મીમેન ના સ્વાગત કાર્યક્રમમાં ચૌધરી ગણેશ ભાઈ તેજાભાઈ,અરવીનભાઈ ગણેશભાઈ,રાજુભાઈ ગણેશભાઈ,દિનેશભાઈ શંકરભાઈ,ધવલભાઈ જેસંગભાઈ,માનસીભાઈ નરસંગ ભાઈ સરપંચ સહીત આર્મી મેન ના પિતા રાજુભાઈ ગણેસભાઈ,વિરાભાઈ દેવસી ભાઈ મુબારકપુરા ચૌધરી સમાજ ના અગ્રણી અને પંકજભાઇ સાધુએ ભારત બંધારણ આમુખ ભેટ મોમેન્ટ આપી હતી.
સમી તાલુકાના મોટા જોરાવરપુરા ગામે 14/7/1990 ના રોજ સોઢવ ગામે જન્મ થયેલ એવા રાજેશભાઇ ચૌધરી કે જેઓ ભારત સરકારના ગાર્ડ્સ રેજિમેન્ટની 8વી બટાલિયન વિભાગમાં આ દેશની સેવા માટે નાગપુર કામટી મહારાષ્ટ્ર ખાતે જોઈન થયા હતા. જેઓએ પોતાના પરિવારની પરવા કર્યા વિના નોર્થ સિક્કિમ છેલ્લું પોસ્ટિંગ હોય ત્યાં ફરજ બજાવી વિસ્તારમાં સેવા આપી.
આમ ભારત દેશની 17 વર્ષ સેવા કરી નિવૃત્ત થયા બાદ માદરે વતન આવતા મોટા જોરાવરપુરા ગામે તેઓનું માનમોંભાથી ડીજેના તાલે ગામ લોકો દ્વારા પરિવાર દ્વારા,ચૌધરી પરિવાર તેમજ સર્વ સમાજ દ્વારા સન્માન કર્યું હતું.જિલ્લાના રિટાયર્ડ આર્મી જવાનો તેમજ સામાજિક નામી અનામી આગેવાનો સહીત ગામના સરપંચ માનસીભાઇ સહીત મોટી સંખ્યામાં સમાજના આગેવાનોએ હાજરી આપી તેઓને સન્માનિત કર્યા હતા.
રીપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300