ગરવા ગિરનાર પર બિરાજમાન માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવતા ત્રિપુરાના રાજ્યપાલ શ્રી ઇન્દ્ર સેના રેડ્ડી

ગરવા ગિરનાર પર બિરાજમાન માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવતા ત્રિપુરાના રાજ્યપાલ શ્રી ઇન્દ્ર સેના રેડ્ડી
ત્રિપુરાના રાજ્યપાલશ્રીએ ગિરનાર રોપ-વેની રોમાંચક સફર ખેડી : ગરવા ગિરનારનું સૌંદર્ય નિહાળ્યું
રાજ્યપાલશ્રી પ્રસિદ્ધ માધવપુરના મેળામાં પણ સહભાગી બનશે
જૂનાગઢ : ત્રિપુરાના રાજ્યપાલ શ્રી ઈન્દ્ર સેના રેડ્ડીએ આજે ગિરનાર પર્વત પર બિરાજમાન માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રાજયપાલશ્રીને અંબાજી મંદિર ખાતે સેવારત મહંતશ્રીએ પ્રસાદીની ચુંદડી અર્પણ કરી હતી.
રાજ્યપાલ શ્રી ગિરનાર રોપ- વેની રોમાંચક સફર ખેડી માં અંબાના દર્શન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ઉડન ખટોલાના માધ્યમથી ગરવા ગિરનારના સૌંદર્યને નિહાળ્યું હતું. રાજયપાલશ્રીની આ મુલાકાત વેળાએ ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા,જૂનાગઢ ભાજપ શહેર પ્રમુખ શ્રી ગૈારવભાઈ રૂપારેલીયા, જૂનાગઢ પ્રાંત અધિકારી શ્રી ચરણસીંહ ગોહિલ,ઉષાબ્રેકો મેનેજરશ્રી સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.
પ્રસિદ્ધ માધવપુરના ઘેડના મેળામાં સહભાગી થવા પધારેલા ત્રિપુરાના રાજ્યપાલશ્રીનું કેશોદ એરપોર્ટ ખાતે જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા સહિતના અધિકારીઓએ ભાવભેર સ્વાગત કર્યું હતું. સાથે જ રાજ્યપાલશ્રીને જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300