ગૌધરા : આર્ષ વિદ્યાલય ખાતે શ્રી બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં

ગૌધરા : આર્ષ વિદ્યાલય ખાતે શ્રી બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં
Spread the love

સંસ્કૃતભારતી, પંચમહાલ

તા. ૧૪/૦૪/૨૦૨૫ ના રોજ સંસ્કૃતભારતી, પંચમહાલ દ્વારા આર્ષ વિદ્યાલય, ગૌધરા ખાતે. શ્રી બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીના ભાગરૂપે બાબા સાહેબની પ્રતિમાને માલ્યાર્પણ કરીને તેમની વંદના કરવામાં આવી.

આ કાર્યક્રમમાં પ્રો.ડો. શ્રીપ્રવીણભાઈ અમીન વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના ભાષણમાં મહાન પુરુષ શ્રી આંબેડકરના કાર્યોનું મહિમાગાન કર્યુ.

આ કાર્યક્રમમાં નડિયાદ વિભાગના સહ-સંયોજક પ્રો. ડૉ.ચિરાગ પુરોહિત હાજર રહ્યા હતા. સંસ્કૃતભારતી, પંચમહાલના અધ્યક્ષ પ્રો. ડો. મહેશ: પટેલ, સંયોજક ડો.મિતેશભાઈ શર્મા, સહસંયોજક શ્રી ગોવિંદભાઈ મહેરા, મહિલા સંયોજિકા શ્રીમતી. ઉષાબેન પરવાણી, શિક્ષણ પ્રમુખ કુ. વિમળાબેન કલવાણી, સાહિત્ય પ્રમુખ શ્રી ફુલાભાઈ ડિંડોર વગેરે કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ભારત રાષ્ટ્ર અને સંસ્કૃતના વિકાસમાં બાબા સાહેબના યોગદાન અંગેનું ચિંતન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ઓમકારમંત્રથી થઈ હતી અને એકયમંત્ર સાથે સમાપ્ત થયુ હતું.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!