હીટવેવની આગાહી સંદર્ભે ખેડૂતોએ ખેતી કાર્યો માટે રાખવાની થતી સાવચેતી

હીટવેવની આગાહી સંદર્ભે ખેડૂતોએ ખેતી કાર્યો માટે રાખવાની થતી સાવચેતી
જૂનાગઢ : હીટવેવની આગાહી સંદર્ભે ખેડૂતોએ ખેતી કાર્યો માટે રાખવાની થતી સાવચેતી અંગે ની માર્ગદર્શીકા જૂનાગઢ જિલ્લા પંચાયત દ્રારા બહાર પાડવામાં આવી છે. જે મુજબ ઉભા પાકને હળવું તેમજ વારંવાર પિયત આપવું. વહેલી સવારે અને સાંજના સમયે પિયત આપવું.જમીનમાં ભેજનુ પ્રમાણ જાળવી રાખવાં પાકનાં અવશેષો, પોલીથીન તેમજ માટી વડે આચ્છાદન કરવું. ફુવારા પધ્ધતિનો ઉપયોગ કરવો.પાકને ઊંચા તાપમાનથી બચાવવા શાકભાજીના ખેતરમાં નીંદણ ન કરવું. બપોરના કલાકો દરમિયાન ખેતીની પ્રવૃતિઓ બંધ રાખવી. પરિપક્વ પાકની વહેલી તકે લણણી અને ઝુડણીની કાર્યવાહી ઠંડા પહોરમાં પૂર્ણ કરવી. મોબાઇલમાં મેઘદુત એપ્લીકેશન ડાઉનલોડ કરવી. તેમજ હવામાન વિભાગ તરફથી આવતી સુચનાઓનું પાલન કરવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300