વિસાવદર શહેરમાં આરસીસી રોડની કામગીરી શરૂ હોય વાહનો માટે વૈકલ્પિક રૂટ કાર્યરત કરાયો

વિસાવદર શહેરમાં આરસીસી રોડની કામગીરી શરૂ હોય વાહનો માટે વૈકલ્પિક રૂટ કાર્યરત કરાયો
Spread the love

વિસાવદર શહેરમાં આરસીસી રોડની કામગીરી શરૂ હોય વાહનો માટે વૈકલ્પિક રૂટ કાર્યરત કરાયો

જૂનાગઢ : વિસાવદર શહેરમાં સરદાર સ્ટેચ્યુથી કનૈયા ચોક મેઈન રોડ તેમજ રામજી મંદિર થી રેલવે સ્ટેશન સુધી આરસીસી રોડની કામગીરી હાલ ચાલુ છે. ત્યારે આ રસ્તાઓ પર વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવતું તથા ડાયવર્ઝન સંબંધી વૈકલ્પિક રૂટ દિશા નિર્દેશ કરતું જાહેરનામું જૂનાગઢ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ શ્રી એન.એફ.ચૌધરી દ્વારા ફરમાવવામાં આવ્યુ છે.

આ જાહેરનામા મુજબ રેલ્વે સ્ટેશનથી ડાયમંડ ચોક આવતા જતા વાહનો માટે વૈકલ્પીક રૂટ તરીકે ડોબરીયા પ્લોટ માટે ધારી બાયપાસ તથા મુરલીધર પ્લોટ માટે તાલુકા ખરીદ વેચાણ સંઘ થી સતાધાર રોડ કાર્યરત કરાયો છે. કનૈયા ચોક થી રામજી મંદિર માટે વૈકલ્પિક રૂટ ની જરૂર નથી. જ્યારે ડાયમંડ ચોકથી સરદાર સ્ટેચ્યુ જવા માટે વૈકલ્પીક રૂટ તરીકે સતાધાર તરફ જતા તમામ વાહનો મોણીયા થઈ સરસાઈ ગામ થી સતાધાર. અને ધારી તરફથી આવતા સતાધાર તરફ જતા વાહનો કાલસારી ગામથી તાલુકા સંઘ થઈ સતાધાર તરફ. અને સરદાર ચોકથી જલારામ કટલેરી સુધી જવા માટે વૈકલ્પીક રૂટ તરીકે કાલસારી બાયપાસ અને મોણીયા સરસઈ બાયપાસ સતાધારનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે.

આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સને ૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમ (આંક – ૨૨)ની કલમ – ૧૩૧માં દર્શાવેલ શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામાનો ભંગ બદલ ગુનો માંડવા માટે હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામું તાત્કાલિક અસરથી તારીખ ૩/૬/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!