બાળલગ્ન કરવા કે કરાવવામાં મદદગારી કરવી એ ફોજદારી ગુનો બને છે: જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી

બાળલગ્ન કરવા કે કરાવવામાં મદદગારી કરવી એ ફોજદારી ગુનો બને છે: જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી
બાળલગ્ન અટકાવવા વર-કન્યાની ઉંમર ચકાસવા તંત્ર દ્વારા કરાયેલી તાકીદ
આણંદ : બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકાર દ્વારા એક અખબારી યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે કે,૧૮ વર્ષથી નીચે યુવતી અને ૨૧ વર્ષથી નીચેના યુવકના લગ્ન કરાવવા, કરવા કે લગ્ન કરવામાં મદદગારી કરવીએ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ ફોજદારી ગુનો બને છે.
જો આવા લગ્ન કરાવવામાં આવે તો વર-કન્યાના માતા-પિતા, વર અને કન્યામાંથી જે પુખ્ત વયનું હોય તે, ગોર મહારાજ, મંડપવાળા, ડી.જે. વાળા, લગ્નમાં સહભાગી થનાર તમામ લોકો સામે ફોજદારી ગુનો બને છે.
હાલમાં લગ્નની સીઝન ચાલુ થયેલ હોય અને અખાત્રીજે ઘણા લગ્નોનું આયોજન થતું હોય, ઘણા બધા સમાજમાં સમુહ લગ્નના આયોજન થઈ રહ્યા છે. ત્યારે સમુહ લગ્નના આયોજકોએ સમુહ લગ્નમાં જોડાનાર દરેક વરઘોડીયાના જન્મ તારીખના દાખલાની ચકાસણી કરીને કાયદા મુજબ પાત્રતા ધરાવતા હોય એટલે કે ૧૮ વર્ષ પૂર્ણ કરેલ યુવતિ અને ૨૧ વર્ષ પૂર્ણ કરેલ યુવક હોય તેવા છોકરા-છોકરીઓના જ લગ્ન કરવા જણાવવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ કાયદાનો ભંગ કરવા બદલ એક લાખ રૂપિયા સુધીનો દંડ અને ર વર્ષની સખત સજાની જોગવાઈ છે. જો કોઈ આવા બાળલગ્ન થવાના હોય તો તેની જાણ નજીકના પોલીસ સ્ટેશન પર નંબર ૧૦૦ અથવા ચાઈલ્ડ હેલ્પલાઈન ૧૦૯૮ તથા મહિલા અભયમ ૧૮૧, બાળલગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી, આણંદ ફોન નં.૦૨૬૯૨-૨૫૩૨૧૦, તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ, આણંદ ફોન નં૦૨૬૯૨-૨૫૦૯૧૦ ઉપર જાણ કરવા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, આણંદ દ્વારા જણાવાયુ છે.
આ ઉપરાંત લેખિત/મૌખિક ફરિયાદ કરવા માટે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી, જુની કલેક્ટર કચેરી, સર્કીટ હાઉસની બાજુમાં, અમૂલ ડેરી સામે, આણંદ-૩૮૮૦૦૧ તેમજ કચેરીના ઈ-મેઈલઃ [email protected] પર પણ માહિતી મોકલી શકો છો. માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે, તેમ વધુમાં જણાવાયું છે.
રિપોર્ટ : ભૂમિકા પંડ્યા. આણંદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300