જૂનાગઢમાં ફરી બુલડોઝરવાળી : મધ્યરાત્રીએ ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા

જુનાગઢ જીલ્લા રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા ઇચા.પોલીસ અધિક્ષકશ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબશ્રીના માર્ગદર્શન તથા સુપરવિઝન હેઠળ આજરોજ તા.૧૭/૦૪/૨૦૨૫ મધ્યરાત્રિએ જુનાગઢ કોર્પોરેશન સાથે રહીને ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ દબાણ દુર કરવામાં આવેલ છે. જેની વિગત નિચે મુજબ છે.
દુર કરવામાં આવેલ ધાર્મિક દબાણ
જુનાગઢ એ ડીવી. પો.સ્ટે. ખાતે દાખલ થયેલ G.C.T.O.C. ગુન્હાના મુખ્ય આરોપી રાજુ સોલંકીની ગેંગ વિરૂધ્ધ કુલ-૨૬ ગુન્હાઓ દાખલ થયેલ, જે પૈકી આ ગેંગના સક્રિય સભ્ય તથા રાજુ સોલંકીના ભાઇ જયેશ ઉર્ફે જવો ઉર્ફે સાવન બાવજીભાઇ સોલંકી વિરૂધ્ધ કુલ- ૦૯ ગુન્હાઓ દાખલ થયેલ છે. જેના દ્રારા ગેરકાયદેસર રીતે કરેલ દબાણ ખાડીયા વિસ્તારનુ મકાન તથા કમ્પાઉન્ડ હોલ, તેમજ દાતાર રોડ ઉપર આવેલ દુકાન બંન્ને મળી કુલ દબાણ ૪૫૦ ચો.મી. (આશરે કિંમત ૧.૮૦ કરોડ) થતુ હોય જે દબાણ દુર કરવામાં આવેલ છે.
તેમજ ૧૦૦ કલાકની યાદીમાં સમાવિષ્ટ આરોપી હુસેન ઇસ્માઇલ જાગા વિરૂધ્ધ ત્રણ ગુન્હા હોય અને જયશ્રી રોડ પાસે ગેરકાયદેસર રીતે કબ્જો કરી ગેરેજ ચલાવતો હોય જે ૩૫ ચો.મી.(આશરે કિંમત ૨૪ લાખ) નુ દબાણ દુર કરવામાં આવેલ છે.
આ ઉપરાંત અન્ય પાંચ દબાણો કુલ મળી ૯૫ ચો.મી.(બજાર કિમંત ૪૭ લાખ) ના દબાણો દુર કરવામાં આવેલ છે.
આમ કુલ મળી ૬૮૫ ચો.મી. (કિંમત આશરે ૩.૧૫ કરોડ રૂપીયા) ગેર કાયદેસર દબાણ દૂર કરવામાં આવેલ છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300