પદ્મશ્રી સુભાષ પાલેકર જી નું ઉત્તર બુનિયાદી વિદ્યાલય શેત્રુંજીડેમ ખાતે આગમન

પદ્મશ્રી સુભાષ પાલેકર જી નું ઉત્તર બુનિયાદી વિદ્યાલય શેત્રુંજીડેમ ખાતે આગમન
મહારાષ્ટ્ર અમરાવતીથી પદ્મશ્રી ડો.સુભાષ પાલેકરજી એ ઉત્તર બુનિયાદી વિદ્યાલય શેત્રુંજી ડેમ પાલીતાણા ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ ખેતીવાડીના પ્રયોગોનું નિદર્શન કર્યું જેમાં બીજા મૃત જીવામૃત ઘન જીવામૃત આચ્છાદાન વાપસા અને મિશ્ર પાકોની પદ્ધતિ દ્વારા થઈ રહેલી ખેતી નું અવલોકન કર્યું ગીર ગાયની ગૌશાળામાં ગૌવંશ અને તેની વિવિધ પ્રોડક્ટનું નિદર્શન કરી માર્ગદર્શન આપ્યું વિદ્યાર્થી ઓ અને ખેડૂતો સાથેના સંવાદમાં પ્રાકૃતિક ખેતી સજીવ ખેતી ઓર્ગેનિક ખેતી ગાય આધારિત ખેતી રાસાયણિક ખેતી યજ્ઞ પદ્ધતિની ખેતી અને સુભાષ પાલેકર ખેતીની છણાવટ કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું. ખેતીવાડીને લગતી બજાર અને માર્કેટ વેલ્યુની વાતો કરી સભામાં હાજર રહેલા ખેડૂતો કઈ પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે તેની પ્રશ્નોત્તરી દ્વારા જાણકારી મેળવી યોગ્ય માર્ગદર્શન અને પંચસ્ત્રીય ખેતી પદ્ધતિનું મોડેલ તેમજ મિશ્ર પાક પદ્ધતિના મોડેલ ની ચર્ચા વિચારણા કરવામાં આવી સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી લાલજીભાઈ સોલંકી અને પ્રિન્સિપાલ ડો. અરજણભાઈ પરમાર દ્વારા આવકાર અને સ્વાગત કરી શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિ અને પ્રયોગો ની માહિતી આપવામાં આવી આ પ્રસંગે સુભાષ પાલેકર ખેતી કરતા ખેડૂત કનુભાઈ ભટ્ટ, નારસંગભાઈ મોરી, જગદીશભાઈ રાઠોડ, અજીતસિંહ ગોહિલ અને તેની ટીમના મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300