દેવભૂમિ દ્વારકાના ચાસલાણા ગામે હનુમાન જ્યંતી નિમિતે લોક ડાયરો યોજાયો

દેવભૂમિ દ્વારકાના ચાસલાણા ગામે હનુમાન જ્યંતી નિમિતે લોક ડાયરો યોજાયો
ગુજરાત સંગીત નાટ્ય એકાદમી ગાંધીનગર અને ચાસલાણા સેવા સમિતિના ઉપક્રમે થયું આયોજન
ગોસા(ઘેડ) : દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકા ના ચાસલાણા ગામે હનુમાન જયંતી ના પ્રસંગે ગુજરાત નાટ્ય એકાદમી ગાંધીનગર અને ચાસલાણા સેવા સમિતિ દ્વારા લોક ડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ લોક ડાયરામાં પોરબંદર ના ભજનિક, લોકસાહિત્ય ના કલાકારોએ આમજનતા અને ભજનિક સાહિત્ય રસીકોને ડોલાવ્યા હતાં.
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ચાસલાણા ગામે હનુમાન જયંતી ના દિવસે રાખેલા લોક ડાયરામાં પોરબંદર ના જાણીતા લોક સાહિત્યકાર અને ભજનિક નાગાજણભાઈ મોઢવાડીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ લોકડાયરામાં નાગાજણભાઈ મોઢવાડીયા તથા અન્ય જાણીતા કલાકારોમાં અશ્વિનભાઈ બોખીરીયા, નાગેશભાઈ મોઢા, બ્રિજરાજભાઈ ઝાલા, જયશ્રીબેન સહિતના કલાકારોએ ભજન, લોકગીત અને લોકસાહિત્ય પ્રસ્તુત કરીને સૌને ડોલાવ્યા હતાં. આ યોજાયેલા લોકડાયરામાં ચાસલાણાગામ તેમજ આજુબાજુ ગામના ભજનિક રસીકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લોકડાયરાની મોજ માણી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300