બગવદર : મગર ચડી આવતા તેનું રેસ્ક્યુ કરી પોરબંદર વન વિભાગે પકડી પાડેલ.

બગવદર : વાડી વિસ્તારના રહેણાંકમા મગર ચડી આવતા તેનું રેસ્ક્યુ કરી પોરબંદર વન વિભાગે પકડી પાડેલ.
ઉનાળામાં તળાવો, ડેમોના પાણી સુકાવા લગતા જળચર પ્રાણીઓ ગ્રામ્ય વસાહતમા દોડી આવતા ગ્રામજનો ભયભીત.
ગોસા(ઘેડ) : પોરબંદર તાલુકા ના બરડા વિસ્તારના બગવદર ગામે રાંદલ માતાના મંદિર સામે વાડી વિસ્તાર ના રહેણાંક મા એક મગર ચડી આવતા વાડી વિસ્તારમાં વસતા લોકોમાં ભયનો માહોલ છવાય ગયો હતો.
ઉનાળો પોતાનો આકરો મિજાજ હાલમાં બતાવી રહ્યો છે અને ગરમીનો કોપ પણ વધતો જાય છે. ત્યારે ગરમી અને આકરા ઉનાળા ના તાપના કારણે અત્યારે જળા શયો સુકાવા લાગ્યા છે. ત્યારે બરડા જંગલ વિસ્તારમાં પણ પાણી ના સ્ત્રોત સુકાતા જળચર પ્રાણીઓ પાણી ની તલાશમાં છેક માનવ વસાહત સુધી પહોંચી જતા જોવા મળે છે. ત્યારે પોરબંદર તાલુકા ના બરડા પંથકના બગવદર ગામે રાંદલ માતાના મંદિર સામે મોઢવાડા રોડ ઉપર આવેલ લગધીરભાઈ ગોઢાણીયા ની વાડી વિસ્તારમાં એક મગર રહેણાંક વિસ્તારમાં ચડી આવતા લોકો ભયભીત થઈ ગયા હતાં.
આ અંગેની વાડી માલિકે જાણ પોરબંદર વન વિભાગને કરવામાં આવતા ૮ ફૂટના મગરને પકડી પાડવા વન વિભાગના કર્મચારીઓ તથા બર્ડ કન્વે. ની ટીમના સુરેશ ભાઈ ઓડેદરા, નાગાજણભાઈ મોઢવાડીયા તથા એનજીઓ ડૉ. સિદ્ધાર્થ ગોકાણી ની ટીમ દ્વારા મગર નું રેસ્ક્યુ કરવા તા. ૧૫/૦૪/૨૦૨૫ રાત્રીના બરડા જંગલમાંથી રહેણાંક વસાહત આવી ચડેલ ૮ ફૂટના મગર ના ઘટના સ્થળે પહોંચી મગરનું રેસ્ક્યુ કરી પકડી પાડવામાં આવેલ. બાદમાં આ મગરને પક્ષી અભિયારણ પોરબંદર ખાતે લાવવામાં આવેલ છે. રહેણાંક વિસ્તારમાંથી મગર પકડાઈ જતા બરડા ના બગવદર વાડી વિસ્તારના લોકોએ મગરના ભયમાંથી રાહત અનુભવી હતી .
રિપોર્ટ :- વિરમભાઈ કે. આગઠ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300