જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને હિટવેવ સંદર્ભ બેઠક યોજાઈ

જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને હિટવેવ સંદર્ભ બેઠક યોજાઈ
Spread the love

જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને હિટવેવ સંદર્ભ બેઠક યોજાઈ

બપોરના ૧ થી ૪ વાગ્યા દરમિયાન શ્રમિકો સાઈટ પર કામ ન કરે તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને નિર્દેશ

હિટ વેવના પગલે જનસેવા કેન્દ્રો સવારે ૯:૩૦ થી શરૂ થશે : અરજદારો માટે પાણી, પંખા સહિતની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તાકીદ કરવામાં આવી

જૂનાગઢ : સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી સખત ગરમી પડી રહી છે. ત્યારે આજ રોજ કલેકટર કચેરીના સભાખંડ ખાતે જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ હિટ વેવ સંદર્ભે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે જરૂરી સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં હિટ વેવના પગલે જન સેવા કેન્દ્રો સવારે ૯-૩૦ થી શરૂ કરવા તેમજ અરજદારો માટે પાણી અનેબેઠકની વ્યવસ્થા કરવા, બપોરનાએક થી ચાર વાગ્યા દરમિયાન શ્રમિકો સાઈટ ઉપર કામ ન કરે તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત શાળાઓ આંગણવાડીઓમાં પણ બાળકોના આરોગ્યને અસર ન થાય તે માટે પગલાંઓ લેવા,બસ સ્ટેશન ,રેલ્વે સ્ટેશન સહિતના જાહેર સ્થળો પર પૂરતા પ્રમાણમાં પાણીની વ્યવસ્થા રાખવા, આરોગ્ય કેન્દ્રો ખાતે ઓઆરએસ કોર્નરની સુવિધા ઉપલબ્ધ કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત બપોરના સમયે વીજ પુરવઠો સતત જળવાઈ રહે તે અંગે પણ સૂચનાઓ આપી હતી.ખાસ કરીને ગરમીના કારણે ભરચક વિસ્તારોમાં આગના બનાવ ન બને એ માટે પણ જરૂરી પગલાં લેવા સંબંધીત અધિકારીઓને તાકીદ કરી હતી
આ બેઠકમાં જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીશ્રી નીતિન સાંગવાન, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.એફ. ચૌધરી, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!