જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વિધાર્થીની ની સિડની યુનિવર્સિટી ખાતે ડ્યુઅલ ડોક્ટરલ પ્રોગ્રામ માટે પસંદગી

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વિધાર્થીની ની સિડની યુનિવર્સિટી ખાતે ડ્યુઅલ ડોક્ટરલ પ્રોગ્રામ માટે પસંદગી
Spread the love

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વિધાર્થીની કોમલ લાખાણીની ઓસ્ટ્રેલિયાની વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી ખાતે ડ્યુઅલ ડોક્ટરલ પ્રોગ્રામ માટે પસંદગી

જૂનાગઢ : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી વચ્ચેના તાજેતરમાં થયેલ એમ.ઓ.યુ.નાં ભાગરૂપે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની બાયોટેકનોલોજીમાં પીએચડી કરતી વિદ્યાર્થીની કોમલ લાખાણીની ઓસ્ટ્રેલિયાની વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી ખાતે ડ્યુઅલ ડોક્ટરલ પ્રોગ્રામ માટે પસંદગી કરવામાં આવી છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આવા ડ્યુઅલ ડોક્ટરલ પ્રોગ્રામ માટે પસંદ થનારી તે પહેલી વિદ્યાર્થીની છે. આ કાર્યક્રમ દ્વારા કોમલને બે ડોક્ટરલ ડિગ્રી પ્રાપ્ત થશે – એક જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી અને બીજી વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીમાંથી.કોમલ લાખાણી વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીમાં અઢાર મહિના વિતાવશે, જ્યાં તે નામાંકિત પ્લાન્ટ મોલેક્યુલર બાયોલોજીસ્ટ ડૉ.ક્રિસ્ટોફર કાઝોનેલીની દેખરેખ હેઠળ કામ કરશે અને કોમલને વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી દ્વારા સંશોધન શિષ્યવૃત્તિ પણ મળનાર છે. પ્રધાનમંત્રી સંશોધન ફેલોશિપ પ્રાપ્ત કરનાર કોમલ લાખાણીની પસંદગી એ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વિશ્વ સ્તરે શૈક્ષણિક શ્રેષ્ઠતા દર્શાવે છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.વી.પી. ચોવટિયા, રજિસ્ટ્રાર ડૉ.વાય.એચ. ઘેલાણી, સંશોધન નિયામક ડૉ.એ.જી. પાનસુરિયા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ.એન.બી. જાદવ, આઇટી નિયામક ડૉ.કે.સી. પટેલ, પ્રિન્સિપાલ અને ડીન ડૉ.પી.ડી.કુમાવતે કોમલને આ નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં તેણીને મોટી સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવી હતી.

રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!