અંબાજી : શ્રી શક્તિ સેવા કેન્દ્ર માં સેવા નહીં પરંતુ વ્યાપાર કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો

યાત્રાધામ અંબાજી માઁ શ્રી શક્તિ સેવા કેન્દ્ર એક એવી ngo છે જેને ટૂંક જ સમય માં કરોડો નું સામ્રાજ્ય ઉભું કરી દીધું છે અને આ શ્રી શક્તિ સેવા કેન્દ્ર ની શરૂઆત અંબાજી માં ભીક્ષા માંગતા નાના નાના બાળકો ને શાળા તરફ વાળવા માટે થી થઇ હતી પરંતુ આજે આ ngo નું ચિત્ર કઈ વિચિત્ર જ જોવા મળી રહ્યું છે… જુઓ આ ખાસ એહવાલ માં
– અંબાજી એ ગુજરાત નું મોખરાનું યાત્રાધામ છે અને અહીંયા લાખો ભક્તો માં અંબા ના ચરણો માં શીશ નમાવવા આવતા હોય છે તો અહીંયા ભિક્ષુક ની સંખ્યા પણ મોટી માત્ર માં છે આ ભીક્ષા વૃત્તિ ને બંદ કરવા છેલ્લા 5 વર્ષ પેહલા અંબાજી માં એક ngo એ પોતાનો પગ પસારો કર્યો હતો અને ત્યાર બાદ થી જ આ ngo અંબાજી માં એટલો ભયંકર વિકાસ કર્યો કે તેટલો અંબાજી મંદિર નો પણ ના થયો અને ઓછા માં પૂરું આ ngo એમ કહે છે કે અમે અંબાજી માં થી બાલ ભીક્ષા વૃત્તિ બંદ કરાવી દીધી છે તો tv સ્ક્રીન પર આ ભીખ માંગતા બાળકો ક્યાં થી આવ્યા એ મોટો સવાલ છે અને આ શ્રી શક્તિ સેવા કેન્દ્ર નો આત્મવિશ્વાસ તો જુઓ અંબાજી થી દાંતા એમ 20કિલોમીટર સુધી તેમને બોર્ડ માર્યા છે… “બાલ ભીક્ષા મુક્ત અંબાજી ” અરે ભાઈ અંબાજી ના આ નાના નાના ભીક્ષુકો આંખે વળગી આવે છે પણ શક્તિ સેવા કેન્દ્ર ને તો માત્ર આ સ્લોગન ભીખે નહીં પણ ભણવા જઇયે ના નામે મસમોટી જમીનો અને ફન્ડ તંત્ર જોડે પડાવવા હતા તેવું જ દ્રશ્યમાન થાય છે….
આ શ્રી શક્તિ કેન્દ્ર એ અંબાજી માં પગપસારો કર્યા બાદ અહીંયા કરોડો ની સંપત્તિ ઉભી કરી દીધી છે તો બીજી તરફ અંબાજી મંદિર દ્વારા બનાવેલ લેસર લાઈટ શો માં પણ પોતાના મસમોટા બોર્ડ મારી દીધા છે અને એ બોર્ડ થકી લોકો ને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે કે આ લેસર શો આ ngo ના સંચાલિત છે પરંતુ વાસ્તવિકતા માં માત્ર આરતી કરવા માટે જ શક્તિ સેવા કેન્દ્ર ને અહીંયા પરમિશન આપવામાં આવી છે તો બીજી તરફ અંબાજી મંદિર માં ચડવવામાં આવતી ધજાઓ વિષે પણ આ શ્રી શક્તિ કેન્દ્ર અગાઉ વિવાદ માં રહ્યું હતું જેમાં ટેન્ડર ભરી ને હાલ શક્તિ સેવા કેન્દ્ર મંદિર માં ધજાઓ પણ સપ્લાય કરે છે જે મંદિર ના ઇતિહાસ માં પ્રથમ વાર બનેલી આ ઘટના છે અગાઉ ભક્તો પોતાના મરજી પ્રમાણે ની ધજા ચડાવી શકતા હતા અને હાલ ધજાઓ મંદિર માં મળી રહી છે તેના પર થી કહી શકાય કે માતાજી ની આસ્થા અને ગરીબ ભિક્ષુક બાળકો ના નામે ચરી ખાય છે….
-આમ મૂળ મુદ્દો એમ કહી શકાય કે આ શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજી માં સેવા નહીં પણ વેપાર કરવા આવી હોય તેમ માલુમ પડી રહ્યું છે કારણ કે આટલા ઓછા સમય માં કરોડો ની જમીન ને અલગ અલગ યોજના ના નામે લેવી… શાળાઓ ઉભી કરવી અવનવી યોજનાઓ ચલાવવી જેનો અસલ જીવન માં જામીન સ્તર ઉપર કઈ અમલ ના હોય તેવી આ ngo ને સરકાર અને મંદિર શા માટે સાચવી રહી છે તેનો ખ્યાલ આમ જનતા માં હજી સુધી નથી બેસતો અને આ શ્રી શક્તિ સેવા કેન્દ્ર માં તો ગૃહ મંત્રી હર્ષ સંઘવી…. મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગેની બેન ઠાકોર જેવા મોટા માથા ના નેતાઓ પણ લઇ ચુક્યા છે તો આ બધું એમની આંખો નીચે કેવી રીતે ચાલી રહ્યું છે તે એક તપાસ નો વિસય છે કારણ કે અહીંયા નું વહીવટી તંત્ર તો આમ પણ આ ngo માં આંટા ફેરા મારતું હોય છે જેઓ તપાસ કરશે તેવું લાગતું નથી જો સરકાર ચાહે તો આ ભિક્ષુક બાળકો ના નામે ચરી ખાતી સંસ્થા નું સત્ય બહાર લાવી શકે છે અને સરકાર જ આ ભિક્ષુક બાળકો ને ભણતર ના માર્ગ ઉપર મોકલી શકે છે.
રિપોર્ટ…. અમિત પટેલ અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300