પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી કેળ પાકનું વાવેતર જાણો

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી કેળ પાકનું વાવેતર જાણો
જૂનાગઢ : વિશ્વમાં કેળા અત્યંત લોકપ્રિય ફળ છે. દરેક ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોમાં કેળાનું મહત્વપૂર્ણ સ્થાન રહેલ છે. જે પૌષ્ટિક, સ્વાદિષ્ટ, ખાવામાં સરળ અને કિંમતમાં સસ્તા પણ છે.
કેળનો મુખ્ય પાક, મિશ્રપાક, આંતરપાક તેમજ સહજીવી પાક એમ જુદી-જુદી પદ્ધતિઓથી લેવામાં આવે છે. દક્ષિણ ભારતમાં કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ વગેરે રાજ્યોમાં કેળનો પાક મુખ્ય પાક તરીકે તેમજ નાળિયેર અને સોપારી સાથે આંતરપાકના રૂપમાં લેવામાં આવે છે.
કેળનું વાવેતર તેના કંદ (પીલા) દ્વારા કરવામાં આવે છે. આ કંદનું વજન ૪૦૦ થી ૫૦૦ ગ્રામ જેટલું હોવું જોઈએ. તેનો આકાર પાકેલા નાળિયેર જેવો હોય છે. તેમજ આ કંદનો રંગ ઘેરા લાલ રંગનો હોવો જોઈએ. કંદ લગાડયા બાદ તેમાંથી ૨૦૦-૫૦૦ જેટલા મૂળ ફૂટે છે. કંદ જો પ્રાકૃતિક કેળાના છોડમાંથી લેવામાં આવે તો ઉત્પાદન વધે છે.
ભારત દેશમાં ત્રણ બહાર એટલે કે ત્રણ ઋતુમાં કેળનું વાવેતર કરવામાં આવે છે. જેમાં,
૧. મૃગબહાર: જુન-જુલાઈ-ઓગસ્
૨. હસ્ત બહાર: સપ્ટેમ્બર-ઓક્ટોબર
૩. આંબે બહાર: ડીસેમ્બર-જાન્યુઆરી
કેળ પાકનું વાવેતર કરતી વખતે અંતર :- ૮×૪ ફૂટ, ૯x૪.૫ ફૂટ, ૯x૪.૫ ફૂટ, ૮x ૮ ફૂટ, ૧૨ x ૧૨ હોવું જોઈએ.
પ્રાકૃતિક પ્રકારના છોડમાં અંતર ૮x૪ ફૂટ, ૯x૪.૫ ફૂટ, ૯x૪.૫x૫ ફૂટ બીજામૃતનો પટ આપી કંદનું વાવેતર કરો. જેટલો આકાર કંદનો હોય એટલો જ ખાડો ખોદો, તેમાં બે મુઠ્ઠી છાણીયું ખાતર તથા ઘન જીવામૃત ભેળવીને નાખો. ત્યારબાદ એમની પાસેની માટી નાખીને એમને દબાવો અને ઉપરથી જીવામૃત નાખો.
તેમાં વચ્ચે વચ્ચે ચોળી, મરચા, ડુંગળી, ગલગોટા અને શાકભાજીની આંતર ખેતી કરો. કેળના બે છોડ વચ્ચે સરગવો વાવવો. દર ૧૫ દિવસે એકવાર પિયત સાથે જીવામૃત આપવું. કેળાની લૂમ કાપતા પહેલા છોડના કોઈપણ લીલા કે સુકા પાંદડા કાપવા નહિ. તે છોડનો આરક્ષિત પોષણીય ભાગ હોય છે. કંદ વાવ્યા પછી ત્રણ મહિના સુધી બધા જ ક્યારામાં પાણી આપવું.
ત્રણ મહિના પછી બધા ક્યારામાં પાણી આપવાનું બંધ કરી દેવું. બાકીના ત્રણ ક્યારામાં પાણી આપો. દરેક વખતે પાણી સાથે જીવામૃત આપો. પુષ્પ વિન્યાસની શરૂઆત થાય ત્યાં સુધી છોડના મૂળમાંથી જે અંકુર (પીલા) નીકળે છે. એને બધાને કાપીને ત્યાં જ આચ્છાદનના સ્વરૂપે નાખવું. જે દિવસથી પુષ્પ વિન્યાસ નીકળે તે દિવસથી ત્યાં જે દિશાની તરફ નીકળે એની બરાબર વિરુદ્ધ દિશામાં અંકુર શાખા રાખો અને બાકીની કાપીને એનું આચ્છાદન કરો. કેળાની લૂમ કાપીને પછી થડ કાપવું નહિ.
જે જેમ છે તેમજ ઉભું રાખો. જેમ-જેમ પાક વધશે તેમ થડનો વિકાસ થઈ પોતાની રીતે પોતાની જ જગ્યાએ નીચે આવશે અને છેવટે ગુચ્છાદાર બનશે. આ ગુચ્છાદાર ભાગને કાપ્યા પછી તેના પાન કાપીને તેનું આચ્છાદન કરો. આવી રીતે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી કેળ પાકનું વાવેતર કરી શકાય છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (જુનાગઢ )
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300