જૂનાગઢ જિલ્લામાં પોષણ પખવાડિયા અન્વયે આંગણવાડી કેન્દ્ર ખાતે મમતા દિવસ ની ઉજવણી

જૂનાગઢ જિલ્લામાં પોષણ પખવાડિયા અન્વયે આંગણવાડી કેન્દ્ર ખાતે મમતા દિવસ ની ઉજવણી કરવામાં આવી
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં પોષણ પખવાડિયા અન્વયે આંગણવાડી કેન્દ્ર ખાતે મમતા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.
પ્રોગ્રામ ઓફિસરશ્રી દ્વારા માણાવદર ઘટક ના કતકપરા-૧ તથા ૨ આંગણવાડી કેન્દ્ર ની મુલાકાત કરવામાં આવી હતી.જેમા પોષણ પખવાડિયાની થીમ વાઈઝ ઉજવણી સંદર્ભે આંગણવાડી કેન્દ્ર ખાતે મમતા દિવસ ની ઉજવણી તથા મહિલા મીટીંગ તેમજ આરોગ્ય તપાસનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું.
આંગણવાડી ખાતેના બાળકોના વજન-ઉંચાઈ તથા ગ્રોથ મોનીટરીંગ નું ક્રોસ વેરિફિકેશન, આંગણવાડી ખાતે આપવામાં પૂરક પોષણની ગુણવત્તાની ચકાસણી, પૂર્વ પ્રાથમિક શિક્ષણની કામગીરીનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. તેમજ રસોડાની સ્વચ્છતા તેમજ હાઇજીન વિશે આંગણવાડી કાર્યકર તથા હેલ્પરને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (જુનાગઢ )
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300