ટેકનોલોજીથી ખેતીમાં પ્રગતિ – ‘કૃષિ પ્રગતિ’ એપ્લિકેશન ખેડૂત મિત્રોને આપી રહી છે વૈજ્ઞાનિક માહિતીના આધારે સફળ ખેતીની ચાવી

ટેકનોલોજીથી ખેતીમાં પ્રગતિ – ‘કૃષિ પ્રગતિ’ એપ્લિકેશન ખેડૂત મિત્રોને આપી રહી છે વૈજ્ઞાનિક માહિતીના આધારે સફળ ખેતીની ચાવી
ખેડૂતોને હવામાનના તાત્કાલિક અને મિડ-ટર્મ અનુમાન, પાકની સલાહ, બજાર ભાવ, જમીન આરોગ્ય, ખેતી માટે અનુકૂળ દિવસોની માહિતી સરળતાથી પ્રાપ્ત થશે
જૂનાગઢ : રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને વધુ સચોટ, વૈજ્ઞાનિક અને ટેકનોલોજી આધારિત માહિતી ઉપલબ્ધ થાય તે હેતુસર “કૃષિ પ્રગતિ” નામની મોબાઇલ એપ્લિકેશન વિકસાવવામાં આવી છે. આ એપ્લિકેશનના માધ્યમથી ખેડૂતોને હવામાનના તાત્કાલિક અને મિડ-ટર્મ અનુમાન, પાકની સલાહ, બજાર ભાવ, જમીન આરોગ્ય, ખેતી માટે અનુકૂળ દિવસોની માહિતી સહિતની વિવિધ માહિતી સરળતાથી પ્રાપ્ત થશે.
મોબાઇલ એપ્લીકેશન પરરજીસ્ટર થનાર ખેડૂત પોતાના ખેતરને જીઓ રેફેરેસિંગ દ્વારા માર્ક કરી શકશે. સેટેલાઇટ ઇમેજ પ્રોસેસીંગના માધ્યમ થકી ખેડૂતને ખેતરમાં વાવેતર કરેલ પાકના સ્વાસ્થ્યની વિગત સમગ્ર સિઝન દરમિયાન મળશે.મોબાઇલ એપ પર ખેડૂતે વાવેતર કરેલા પાકની વાવેતર થી લઈ કાપણી સુધીની એગ્રોનોમીકલ પ્રેક્ટાઇસીસ જોઇ શકાશે અને તેને અનુરૂપ ખેતી કાર્યો સારી રીતે અમલમા મુકી શકાશે.ખેતરમાં આવતા રોગ જીવાતના ફોટોગ્રાફસને મોબાઇલ એપ પર અપલોડ કરી શકાશે. જેના પરીણામ સ્વરૂપે રોગ જીવાતની સંભવિત ઓળખ અને સંભવિત ભલામણ મુજબનુ નિવારણ Artificial intelligence ટેક્નોલોજીના માધ્યમથી મેળવી શકાશે.એપ્લીકેશનના માધ્યમથી Chet- bot નો ઉપયોગ કરીને ખેડૂતો પોતાના દૈનીક ખેતી કાર્યોમાં મુંઝવતા પ્રશ્નો પુછી શકશે અને નિવારણ મેળવી શકશે.એપ્લીકેશનના માધ્યમથી ખેડૂતો વિવિધ કૃષિ સહિત્ય, કૃષિ મેગેઝીન પ્રગતીશીલ ખેડૂતોની સફળ ગાથાઓ જાણી શકશે.તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓની જાણકારી અને APMC ના ભાવ વગેરે મેળવી શકશે.એપ્લીકેશનમાં સોઇલ હેલ્થ કાર્ડનો ડેટા શંકલિત કરેલ છે. જેનાથી ખેડૂતોને જમીનમાં રહેલ નાઇટ્રોજન, ફોસ્ફરસ, અને પોટાશ અને અન્ય શુક્ષ્મ તત્વોની માત્રાની વિગતો મળશે. ખેડૂત મિત્રો જેના અભ્યાસ મુજબ જરૂરી પોષક તત્વો સપ્રમાણ માત્રામાં આપી સારૂ ઉત્પાદન મેળવી શકશે.એપ્લીકેશન મારફત ખેડૂતોને પાકનું સ્વાસ્થ્ય હવામાનમાં થતા ફેરફાર, ભેજનું પ્રમાણ તથા રોપણી અને વાવણી વખતે લેવાની થતી કાળજીની એડવાઈઝરી મેળવી શકાશે.
ખેડૂતોના વિકાસ અને ખેતી પ્રવૃતિના વેગ માટે આ પ્રોજેક્ટ અંતર્ગત કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન કૃષિ પ્રગતિ વેબસાઈટ પોર્ટલ કૃષિ પ્રગતિ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્રારા તૈયાર કરવામાં આવેલ છે.
કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન ખેડૂત મિત્રોને ખુબ ઉપયોગી થઈ શકે હોવાથી આ એપ્લિકેશન વધુમાં વધુ ઉપયોગ કરવા તમામ ખેડુતોને ખેતીવાડી ખાતા તરફથી અનુરોધ કરવામાં આવે છે એમ જિલ્લા ખેતીવાડી શાખા જૂનાગઢની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (જુનાગઢ )
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300