વિસાવદર વિધાનસભા મતવિસ્તારની મતદાન મથક પુનગર્ઠન અને મુસદૃા મતદારયાદી પ્રસિધ્ધ

વિસાવદર વિધાનસભા મતવિસ્તારની મતદાન મથક પુનગર્ઠન અને મુસદૃા મતદારયાદી પ્રસિધ્ધ
૩ નવા મતદાન મથકોનો ઉમેરા સાથે કુલ મતદાન મથકોની સંખ્યા-૨૯૪ થઈ
મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા.૨૪ એપ્રિલ,૨૦૨૫ના પૂર્ણ થશે
જૂનાગઢ : મુખ્ય નિવાર્ચન અધિકારીશ્રી, ગુ.રા., ગાંધીનગરના પત્રની સુચના મુજબ ૮૭-વિસાવદર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી-૨૦૨૫ અન્વયે મતદાન મથકોનું પુનગર્ઠન કરવા સુચના આપવામાં મળેલ છે. જે મુજબ ચૂંટણી અધિકારીશ્રી ૮૭-વિસાવદર વિધાનસભા મતવિસ્તારની પાસેથી મતદાન મથકોમાં સુધારા વધારા અંગેની જરૂરી દરખાસ્ત મેળવી અને તે અંગેની માન્ય રાજકીય પક્ષો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં હાજર રહેલ તમામ માન્ય રાજકીય પક્ષો તરફથી મતદાન મથકમાં સુધારા વધારા અંગેની દરખાસ્ત સામે કોઇ વાંધો કે સુચન રજુ ન થતાં આ દરખાસ્ત મુખ્ય નિવાર્ચન અધિકારીશ્રી, ગાંધીનગરને મોકલી આપવામાં આવી છે. આ વિગત મુજબ ૮૭-વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં કુલ-૨૯૧ મતદાન મથકો આવેલ હતા. જેમાં ૩ (ત્રણ) નવા મતદાન મથકોનો ઉમેરો થતાં હાલ મતદાન મથકોની સંખ્યા-૨૯૪ થયેલ છે. આ સિવાય ૫ (પાંચ) મતદાન મથકો જર્જરીત હાલતમાં હોય તેમનું સ્થળાંતર કરી નવી જગ્યાએ મતદાન મથક લઇ જવામાં આવેલ. તેમજ ૪(ચાર) મતદાન મથકોમાં સેકશન શીફટીંગ કરવામાં આવેલ છે. આમ, કુલ-૧૨ સુધારા કરવામાં આવેલ છે.
તા.૦૮/૦૪/૨૦૨૫ ના રોજ તા.૦૧/૦૪/૨૦૨૫ ની લાયકાતની તારીખની મુસદૃા મતદારયાદીની પ્રસિધ્ધિ કરવામાં આવેલ છે
મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૫ તા.૦૮/૦૪/૨૦૨૫ થી શરુ થયેલ છે. જેમા તા.૦૮/૦૪/૨૦૨૫ થી તા.૧૭/૦૪/૨૦૨૫ સુધીમાં ૮૭-વિસાવદર વિ.સ.મ.વિ.માં ફોર્મ નં.૬ કુલ-૨૪૨, ફોર્મ નં.૭ કુલ-૨૪૨ અને ફોર્મ નં.૮ કુલ-૬૧૭ રજુ થયા છે. તા.૨૪/૦૪/૨૦૨૫ ના રોજ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૫ પૂર્ણ થતો હોય તેમજ આ કાર્યક્રમની સમયમર્યાદા પુર્ણ થવામાં ફકત ૭-(સાત) દિવસનો સમય બાકી રહેલ હોય જેથી ૮૭-વિસાવદર વિ.સ.મ.વિ.ના મતદારો/નાગરીકોને આ કાર્યક્રમનો વધુમાં વધુ લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી દ્રારા અનુરોધ કરવામાં આવેલ છે. તેમ જૂનાગઢ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયુ છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (જુનાગઢ )
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300