નવસારી :ધારાગિરી નજીક આવેલ પૂર્ણા નદીમાં પાંચ લોકો ડૂબ્યા

નવસારી :ધારાગિરી નજીક આવેલ પૂર્ણા નદીમાં કુલ પાંચ લોકો ડૂબ્યા,,,
નવસારી નજીક ધારાગીરી ગામ થી દુઃખદ ઘટના સામે આવી રહી છે. જેમાં ધારાગિરી નજીક આવેલ પૂર્ણા નદીમાં કુલ પાંચ લોકો ડૂબ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે..
આ ઘટના ની જો વાત કરવામાં આવે તો આ સમગ્ર ઘટનામાં 4 મહિલા અને 1 પુરુષ નદીમાં ડૂબ્યા હતા,,,
નદી કિનારે બનેલ આ દુર્ઘટના માં ત્રણ મહિલા નો બચાવ કરવામાં આવ્યો છે.
તેમજ જ્યારે એક ગર્ભવતી મહિલા તેમજ એક યુવાન નું ડૂબવાથી મૃત્યુ થયા હોવાના એહવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે..
મળતી માહિતી મુજબ પૂર્ણા નદીમાં ડૂબવાથી મોતને ભેટેલી 22 વર્ષીય આરતી શૈલેષ શેખલિયાને ત્રણ મહિનાનો ગર્ભ હતો,,,
જ્યારે તેના દિયર 25 વર્ષીય કલ્પેશ હસમુખ શેખલિયાના લગ્નને માત્ર 12 મહિના થયા હતા,,,
ધારાગીરી ગામ પાસે પૂર્ણા નદીના ઓવારા પર ચાર મહિલા કપડાં ધોવા માટે ગઈ હતી તે દરમિયાન આ ઘટના બની હતી.
જેમાં એક મહિલા નદીમાં ડૂબવા લાગી હતી તેને બચાવવા માટે અન્ય મહિલાઓ પાણીમાં ઊતરી હતી પરંતુ તેઓ પણ ડૂબી ગઈ હતી,,,
મહિલાઓને ડૂબતી જોઈને એક સ્થાનિક યુવકે તેની ભાભી સહિતની મહિલાઓને બચાવવા માટે પાણીમાં ઝંપલાવ્યું હતું,,,
પરંતુ દુર્ભાગ્યવશ તે યુવક પણ નદીના પ્રવાહમાં ગુમ થઈ ગયો હતો,,,
ફાયરબિ્રગેડ અને માછીમારો સહિતની લાંબી શોધખોળ બાદ યુવકની લાશ નદીમાંથી કાઢવામાં આવી હતી.
રિપોર્ટ – વિશાલ પટેલ, વલસાડ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300