ઉનાળાની કાળઝાળ ગરમીમાં પ્રભાવિત અબોલ પશુ પક્ષીઓ માટે જરૂરી માર્ગદર્શિકા

ઉનાળાની કાળઝાળ ગરમીમાં પ્રભાવિત અબોલ પશુ પક્ષીઓ માટે જરૂરી માર્ગદર્શિકા
ગ્રીષ્મ લહેરમાં અબોલ પશુઓમાં જોવા મળતા લક્ષણો
-ગરમીથી પશુઓ ચૂસ્ત થઈ પડયા રહે છે.
-શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જવાથી નાક સૂકું દેખાય.
ગરમીની વધુ આડ અસર થાય તો, નબળાઈ આવી જાય છે, પશુંના શરીરમાં ધ્રુજારી આવે, મોઢામાંથી લાળ પડે અને બેભાન પણ થઈ શકે છે.ખોરાક ઓછો લે કે બંધ થઈ જાય.દૂધ ઉત્પાદન ઘટી જાય.હાંફવા માડે અને વધુ આડ અસર થાય તો, જીભ બહાર કાઢીને ઝડપથી હાંફવા માડે.પશુઓના શરીરમાં ધ્રુજારી આવે, મોઢામાંથી લાળ પડે અને બેભાન પણ થઈ શકે છે.
પક્ષીઓ સતત છાંયડો શોધે, ખુલ્લી ચાંચ રાખી હાંફ ચઢવી, પાણીના સ્ત્રોત નજીક લાંબા સુધી રહે, પાંખો ફેલાવીને રાખે જેવા લક્ષણો જોવામળે છે.
પશુ પક્ષીઓને ગ્રીષ્મ લહેર વખતે લેવાની થતી કાળજીઓ
ગરમીના કલાકો એટલેકે સવારે ૧૧ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધી પશુઓને છાંયડાવાળી જગ્યાએ અને પૂરતી હવા ઉજાસ વાળી જગ્યાએ આરામ કરે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
બપોરના સમયે પશુઓ પર ઓછામાં ઓછો ત્રણ વાર બે-બે કલાકનના અંતરે પાણી છંટકાવ કરવો જોઈએ.
પશુઓને પાણી પીવાના હવાડા સ્વચ્છ અને ઠંડા રહે તેવી વ્યવસ્થા કરાવી જોઈએ.
પશુઓના રહેઠાણના છત પર ડાંગરની પરાળથી ઢાંકવા જોઈએ. તેમજ છતનો ઉપરોનો ભાગ જો પાકા હોય, તો સફેદ કલરથી રંગાવો જોઈએ.
પશુઓના આશ્રય સ્થાનોની આજુબાજુ વધુ વૃક્ષો વાવવા જોઈએ.
પશુઓને ગરમીના લક્ષણો દેખાત તો, ઠંડા છાંયડા વાળી જગ્યાએ સ્થળાંતરિત કરવા જોઈએ.
પશુઓને દિવસમાં ઓછામાં ઓછા એક વાર ઠંડા પાણીથી સ્નાન કરાવવું જોઈએ.
પશુઓમાં ગરમીના લક્ષણો દેખાય તો, તુરતજ નજીકના પશુદવાખાનાનો સંપર્ક કરો જોઈએ.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300