જૂનાગઢમાં યોજાનાર ખાતમુહૂર્ત માટેની આમંત્રણ પત્રિકાનો રફ મુસદ્દો મીડિયામાં થયેલ લીક અંગે સ્પષ્ટતા

જૂનાગઢમાં યોજાનાર ખાતમુહૂર્ત માટેની આમંત્રણ પત્રિકાનો રફ મુસદ્દો મીડિયામાં થયેલ લીક અંગે સ્પષ્ટતા
આમંત્રણ પત્રિકા બનાવવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે
– નિયામકશ્રી પુરાતત્વ અને સંગ્રહાલય ગાંધીનગર
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના મીડિયામાં દેવાયત બોદર મેમોરિયલના ખાતમુહૂર્ત માટેની આમંત્રણ પત્રિકાનો રફ મુસદો લીક થયેલ છે. જે અંગે નિયામકશ્રી પુરાતત્વ અને સંગ્રહાલય ગાંધીનગર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.
નિયામકશ્રી પુરાતત્વ અને સંગ્રહાલય ગાંધીનગરની એક અખબારી યાદી મુજબ ઉપરકોટ જૂનાગઢ ખાતે દેવાયત બોદર મેમોરિયલ બનાવવામાં આવી રહ્યું છે. જે માટે મંત્રીશ્રી મુળુભાઇ બેરાના હસ્તે આગામી તા.૧૦/૪/૨૦૨૫ ના સવારે ૯ કલાકે ખાતમુહૂર્ત યોજાનાર છે. જે અંગે આમંત્રણ પત્રિકા બનાવવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.જેની નોંધ લેવા જણાવવામાં આવ્યુ છે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300