નવસારી : ૨.૮૮ લાખના દારૂ સાથે ટ્રક ચાલકને બોરિયાચ ટોલનાકા પાસેથી જડપી પાડતી રૂરલ પોલીસ

નવસારી : ૨.૮૮ લાખના દારૂ સાથે ટ્રક ચાલકને બોરિયાચ ટોલનાકા પાસેથી જડપી પાડતી રૂરલ પોલીસ
Spread the love

નવસારી : ૨.૮૮ લાખના દારૂ સાથે ટ્રક ચાલકને બોરિયાચ ટોલનાકા પાસેથી જડપી પાડતી રૂરલ પોલીસ

રૂપિયા ૨.૮૮ લાખના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ટ્રક ચાલકને બોરિયાચ ટોલનાકા પાસેથી પકડી પડતી નવસારી રૂરલ પોલીસ..

નવસારી: મળતી માહિતી મુજબ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી.પટેલીયા સાહેબ સર્વેલન્સ સ્ટાફના કર્મીઓ સાથે નવસારી રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહીબીશન અંગેની હેરાફેરીની ગેરકાયદેસરની પ્રવુતી રોકવા ખાનગી બાતમીદારો રોકી બાતમી હકીકત મેળવી ઉપરોકત નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના અધિકારી તથા પોલીસ કર્મચારીઓ ખાનગી બાતમીદારો રોકી વોચ તપાસ તેમજ વર્ક આઉટમાં હતા

તે સમય દરમ્યાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.બી.પટેલીયા તથા અ.હે.કો. નજુભાઇ જીલુભાઇ નાઓને સંયુકત રીતે બાતમી હકીકત મળી હતી કે, ” એક કથ્થઇ કલરનો ટાટા કંપનીનો ખુલ્લી બોડીવાળો ટ્રક રજી.નંબર GJ-25-T-9750 માં પાછળના ભાગે વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ભરી દમણ થી નીકળી ને.હા.નં.૪૮ ઉપર થી નવસારી થઇ સુરત તરફ જનાર છે.

જે ચોક્કસ બાતમી હકીકતના આધારે મોજે- નવસારી બોરીયાય ટોલનાકા પાસે ને.હા.નં.૪૮ મુંબઇ થી અમદાવાદ તરફ જતા ટ્રેક સર્વિસ રોડ ઉપર તા.જી.નવસારી ખાતે વોચમાં ગોઠવાયેલ તે દરમ્યાન બાતમી હકીકતમાં જણાવેલ એક કથ્થઇ કલરનો ટાટા કંપનીનો ટ્રક નંબર GJ-25-T-9750 આવતા તેને રોકી ચેક કરતા જેમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ નંગ- ૧૯૨૦ જેની કિ.રૂ.૨,૮૮,૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો હતો,

આ પકડાયેલ આરોપીનો મોબાઇલ ફોન નંગ-૦૧ જેની કિ.રૂ ૫,૦૦૦/- તથા રોકડા રૂપિયા ૩૨૦૦/- તથા દારૂના વહનમાં વપરાયેલ ટાટા કંપનીનો ટ્રક રજી.નંબર GJ-25-T-9750 ની કિંમત રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૭,૯૬,૨૦૦/- ના મુદ્દામાલ સાથે ટ્રક ચાલક એક આરોપી જે નામ; બટુકભાઇ રાજાભાઈ, રહે; માથાસુળીયા (દેવીપુજક) ઉ.વ.૪૦ ધંધો.ડ્રાઇવિંગ રહે. મદર્ગઢ ગામ પાણીની ટાંકી પાસે તા સાયલા જી.સુરેન્દ્રનગર પકડી પાડી અન્ય એક આરોપી પ્રોહી મુદામાલ ભરાવનાર/મંગાવનાર નામ; ગૌરાંગ ઉર્ફે વિજયસિંહ પ્રહલાદભાઇ રાવલ, રહે; મહેસાણા નાઓ વોન્ટેડ જાહેર કરી નાઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

રિપોર્ટ – વિશાલ પટેલ, વલસાડ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!