રાધનપુર નગર પાલિકા કચેરી નજીક આખલા યુધ્ધમાં દુકાનદાર યુવક ઘાયલ.

રાધનપુર નગર પાલિકા કચેરી નજીક આખલા યુધ્ધમાં દુકાનદાર યુવક ઘાયલ.
Spread the love

રાધનપુર નગર પાલિકા કચેરી નજીક આખલા યુધ્ધમાં દુકાનદાર યુવક ઘાયલ.

રખડતા ઢોર મામલે પાલિકાની ઉદાસીનતા નગરજનો માટે જીવનું જોખમ…

રાધનપુર વડપાસર તળાવ સામે આવેલ સદરદાર કોમ્પલેક્ષ ખાતે સોમવારની મોડી સાંજે બે આંખના બાખડતા કોમ્પ્લેક્સના દુકાનદારોના જીવ તળાવે ચોંટયા હતા. લડતા લડતા આખલાઓ એ ચારથી પાંચ બાઈક નો કચ્ચર ઘાણ વાળો હતો અહીં કાપડની દુકાનમાં લડતા લડતા આખલા બેસી ન જાય તેના માટે દુકાનદાર યુવાન શટર બંધ કરવા જતા આખલા એ યુવાનને શીંગડામાં ભરાવી ઉછાળીને નાખતા યુવકની ઈજા પહોંચી હતી. નગરમાં ઠેર ઠેર રખડતા ઢોરને પાંજરે પુરવા ની કામગીરીમાં પાલિકાની ઉદાસીનતાને લઈને નગરજનો ના જીવનું જોખમ ઉભું થવા પામ્યું છે.
રાધનપુર નગરપાલિકા કચેરી નીચે ના સરદાર કોમ્પલેક્ષમાં રખડતા ઢોર અડ્ડો જમાવીને બેઠેલા હોય છે . જેને લઈને નગરપાલિકા કચેરી ખાતે કામ અર્થે આવતા નગરજનોને હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે સોમવારની મોડી સાંજે એક એક બે આખલા લડતા કોમ્પ્લેક્સ પાર્ક કરેલા બાઈકોનો ઘાણ વળ્યો હતો.જ્યારે એક બાઈકની પેટ્રોલની ટાંકી પણ તૂટી ગઇ હતી.બેફામ બનેલા આખલા લડતા લડતા દુકાનમાં પેસીને નુકશાન ના પહોંચાડે તેવા હેતુ થી રૂપકલા સાડી ની દુકાનદાર દ્વારા દુકાનનું શટર બંધ કરવા બહાર આવતા આખલા એ દુકાનદાર યુવાન પ્રજાપતિ અજયને શિંગડામાં ભરાવી ઊંચે ઉછળતા યુવાનના બન્ને પગે ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. યુવકના જણાવવાનું અનુસાર કોમ્પલેક્ષમાં રખડતા ઢોરનો ખુબજ ત્રાસ છે પરંતુ તંત્ર દ્વારા કંઇજ કરવામાં આવતું નથી નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પાંજરે પુરવાની કામગીરી તાત્કાલિક કરવામાં આવે નહીં તો નગરજનો માટે બજારમાં ફરવું જીવનું જોખમ બની ગયું હોવાનું લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

રીપોર્ટ : અનિલ રામાનુજ રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!