ચીખલી : ડેમમાં મિત્રો સાથે નહાવા પડેલા ત્રણ યુવાનો પૈકી એક યુવક નું ડૂબી જતાં કરુણ મોત…

ચીખલી : ડેમમાં મિત્રો સાથે નહાવા પડેલા ત્રણ યુવાનો પૈકી એક યુવક નું ડૂબી જતાં કરુણ મોત…
ચીખલીના સરૈયા ગામે અંબિકા નદીના ચેક ડેમમાં મિત્રો સંગાથે ન્હાવા પડેલા સુરતના ત્રણ યુવાનો પૈકી એક યુવકનું ડૂબી જતાં કરુણ મોત…
ચીખલી: પ્રાપ્ત માહિતી મુજબ સુરતના ત્રણેક જેટલા મિત્રો ચીખલીના સરૈયા ગામે મોપેડ પર આવ્યા હતા અને બપોરના સમયે તેઓ સરૈયા ગામના નદી ફળિયા સ્થિત અંબિકા નદીના ચેકડેમમાં નાહવા માટે પડ્યા હતા તે દરમિયાન રાજ દેવરાજ નાયકા (ઉ.વ.આ-21) (રહે.ટાસની વાડી અશ્વિનીકુમાર રોડ સુરત સીટી) ચેકડેમના પાણીમાં ડૂબી જતા અને તેનો ક્યાંક પટ્ટો ન લાગતા આ અંગેની જાણ થતા સામે કાંઠેના મહુવા તાલુકાના સણવલ્લા ગામના સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા.
ઉપરોક્ત બનાવ અંગેની જાણ થતા બીલીમોરા નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો, સ્થાનિક પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ફાયર બ્રિગેડના સ્ટાફ તથા સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ આદરી હતી. આ દરમિયાન રાત પડતા અંધારું થતા સ્થાનિક પંચાયત દ્વારા જનરેટર સાથે લાઈટની વ્યવસ્થા કરી શોધખોળ ચાલુ રાખવામાં આવતા પાંચેક કલાકની જહેમત બાદ રાજની લાશ મળી આવી હોવાનું જાણવા મળ્યું હતું.
મરનાર યુવાન તેમના સુરજ અને અમર નામના મિત્રો સાથે મોપેડ પર સરવૈયા ગામે આવ્યા હતા. તેમના સરૈયા ગામે દૂરના સંબંધી હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ લખાય ત્યાં સુધીમાં પોલીસ ચોપડે કોઈ ગુનો નોંધાયો ન હતો. પરંતુ પોલીસ દ્વારા પણ સમગ્ર બનાવની તપાસ કરવામાં આવી હતી.
રિપોર્ટ – વિશાલ પટેલ, વલસાડ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300