જૂનાગઢ : ૮૭-વિસાવદર વિધાનસભા મતવિસ્તારનિ મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ

જૂનાગઢ : ૮૭-વિસાવદર વિધાનસભા મતવિસ્તારનિ મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ
Spread the love

જૂનાગઢ જિલ્લાની ૮૭-વિસાવદર વિધાનસભા મતવિસ્તાર માટેની પેટાચૂંટણી માટે મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે

તા.૮/૪/૨૦૨૫ થી તા.૨૪/૪/૨૦૨૫ સુધી મતદાર યાદીમાં નોંધાયેલા નામ કે નવા નોંધાનાર નામની અરજી અંગે હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકાશે

મતદાર યાદી ખાસ સંક્ષપ્તિ સુધારણા ઝુંબેશમાં સહભાગી બનવા જિલ્લા કલેકટરશ્રીનો અનુરોધ

જૂનાગઢ : મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૫ તા.૦૮/૦૪/૨૦૨૫ થી તા.૨૪/૦૪/૨૦૨૫ સુધી યોજાનાર છે. જેમાં તા. ૦૧/૦૪/૨૦૨૫ સુધીમાં ૮૭-વિસાવદર વિધાનસભા મતવિસ્તારના ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેવા વ્યક્તિઓ મતદારયાદીમાં નામ નોંધણી કરાવી શકશે. તા.૦૧/૦૪/૨૦૨૫ સુધીમાં ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેવા વ્યક્તિઓ પણ મતદારયાદીમાં નામ નોંધણી માટે ફોર્મ નં.૬ ભરી શકશે, આગામી સમયમાં જ્યારે તેઓને ૧૮ વર્ષ પૂર્ણ થશે ત્યારે તેનો નિર્ણય કરવામાં આવશે. ત્યારબાદ તેઓનું નામ મતદારયાદીમાં દાખલ કરવામાં આવશે. તેમજ હકક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ તા.૦૨/૦૫/૨૦૨૫ સુધીમાં કરવામાં આવશે ત્યારબાદ તા.૦૫/૦૫/૨૦૨૫ ના રોજ મતદારયાદીની આખરી પ્રસિધ્ધી કરવામાં આવશે. આ મતદારયાદી સુધારણા ઝુંબેશમાં સહભાગી બનવા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ અનુરોધ કર્યો છે.

આ ઝુંબેશ દરમિયાન આ મુજબના ફોર્મસ ભરી શકાશે.
પ્રથમ વખત મતદાર તરીકે નોંધણી કરવા માટે ફોર્મ નં.૬

(જરૂરી પુરાવાઓ: ૧. ઉંમરનો પુરાવો (કોઇપણ એક) જેવાકે: શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મ નોંધણી પ્રમાણપત્ર, આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ધોરણ ૧૦ કે ૧૨ ની માર્કશીટ કે જેમાં જન્મ તારીખ દર્શાવેલ હોય, ભારતીય પાસપોર્ટ, અન્ય કોઇ એવો પુરાવો કે જેમાં જન્મ તારીખ દર્શાવેલ હોય ૨. રહેઠાણનો પુરાવો ૩. મોબાઇલ નંબર ૪. આધાર કાર્ડ)
મતદારયાદીમાં આધાર નંબર ઉમેરવા ફોર્મ નં.૬-B
(જરૂરી પુરાવાઓ: આધાર કાર્ડ અથવા- મનરેગા જોબ કાર્ડ, પાન કાર્ડ, ભારતીય પાસપોર્ટ, ફોટા વાળી બેંક/પોસ્ટની પાસબુક)
નામ કમી કરવા (મૃત્યુના કિસ્સામાં, અન્ય દેશની નાગરીકતા મેળવ્યાના કિસ્સામાં) ફોર્મ નં.૭
(જરૂરી પુરાવાઓ: મરણનું પ્રમાણપત્ર (મરણના કિસ્સામાં)
રહેઠાણ બદલવાના કિસ્સામાં/મતદારયાદીમાં વિગતો સુધારવા/EPIC બદલવા/PwD (દિવ્યાંગ મતદાર) તરીકે નોંધ કરાવવા ફોર્મ નં.૮
(જરૂરી પુરાવાઓ: જે વિગત સુધારવી હોય તેનો પુરાવો, તાજેતરનો ફોટો (ફોટો બદલવાના કિસ્સામાં)
વધુમાં ૮૭-વિસાવદર વિધાનસભા મતવિસ્તારના મતદારોને જણાવવાનું કે, કોઈનું અવસાન થયું હોય તો તે મતદારના નામ કમીની અરજી દ્વારા માત્ર મતદારયાદીમાંથી નામની કમી થશે, મૃત્યુ પામેલ વ્યક્તિના અન્ય ડોક્યુમેન્ટ્સ (જેવાકે રાશન કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે) માં કોઈ અસર થશે નહી. આ ઉપરાંત જો કોઈ મતદાર ઓનલાઈન ફોર્મ ભરવા માંગે તો Voter Helpline Application મોબાઈલમાં ડાઉનલોડ કરી અરજી કરી શકાશે. આ ઉપરાંત www.voterportal.eci.gov.in અને voters.eci.gov.in વેબસાઈટ પર જઈ સરળતાથી ફોર્મ ભરી શકે છે. તેમજ આ સિવાય કોઇ નાગરીક પોતાનું ફોર્મ તેમના બુથ લેવલ ઓફીસરશ્રી પાસે જઇ જરૂરી આધાર પુરાવાઓ રજુ કરી ભરી શકશે. તેમ જૂનાગઢ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયુ છે.

રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!