મેંદરડા : ભગવાન શ્રી રામ લલ્લાના જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

મેંદરડા : ભગવાન શ્રી રામ લલ્લાના જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી
મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાન ની શોભાયાત્રા માં નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
મેંદરડા નગરમાં હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ આ શોભાયાત્રા સાંજે પાંચ કલાકે પટેલ સમાજ ખાતેથી પ્રસ્થાન થયેલ જે વડલી ચોક, વાલમ ચોક, નવદુર્ગા ચોક,જૂની બજાર, પાદર ચોક,જુનાગઢ રોડ સહિત નગરની વિવિધ સોસાયટી ઓમાં શોભાયાત્રા ફરી હતી અને નાજાપુર પર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે રાત્રે આઠ વાગ્યે પૂર્ણ કરવામાં આવેલ
આ શોભાયાત્રામાં વિવિધ પ્રકારના ફ્લોટ્સ બનાવવામાં આવેલ હતા જે ફ્લોટ્સ દર્શનીય અને આકર્ષક બનાવવામાં આવેલ હતા વિવિધ વિસ્તારના રહીશો અને સામાજિક સંસ્થાઓ સંગઠનો દ્વારા શોભાયાત્રા રૂટ પર શોભાયાત્રામાં જોડાયેલ લોકો માટે શરબત,છાશ,ફ્રુટ,ફરાળ વગેરે સેવા ગોઠવવામાં આવેલ હતી
રથયાત્રા રૂટના રસ્તાની બંને તરફ હજારો દર્શનાર્થીઓ દ્વારા ભગવાન શ્રી રામ લલ્લાના દર્શન માટે કતારબદ્ધ લાઈનો જોવા મળી હતી અને ભક્તો એ ભગવાન શ્રીરામના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા હતા નાના બાળકો ભગવાન શ્રીરામની વેશભૂષા સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા
રથયાત્રાના રૂટ પર વિવિધ જગ્યાએ ભાઈઓ બહેનો બાળકો સહિતનાઓ દ્વારા રાસોત્સવ અને વિવિધ પ્રકારની કરતબો આકર્ષણનું કેન્દ્ર બિંદુ બન્યા હતા રામ લલ્લાના જન્મોત્સવના ઉત્સવમાં સમગ્ર નગર રામ મય બની ડી.જે ના તાલે જૂની ઉઠ્યું હતું
સમગ્ર આયોજન હિંદુ ધાર્મીક સમિતિ દ્વારા કરવામાં આવેલ હતું ત્યારે શ્રીરામ લલ્લાના જન્મોત્સવમાં નગરના રાજકીય બિન રાજકીય સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ ભાઈઓ બહેનો સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી શોભાયાત્રામાં જોડાયેલ હતા અને સમગ્ર નગરના તમામ નાના મોટા વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર સ્વેચ્છાએ બંધ કરી શોભાયાત્રામાં જોડાઈને આ મહોત્સવને સફળ બનાવેલ હતો
રીપોર્ટ: કમલેશ મહેતા મેંદરડા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300