માં ગૌ સેવા હોસ્પિટલ કુકસવાડા ને પુ.ભોલેનાથ બાપુ દ્વારા એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી

માં ગૌ સેવા હોસ્પિટલ કુકસવાડા ને પરમ આદરણીય પુ.ભોલેનાથ બાપુ દ્વારા એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી
આજે રામ નવમી ના પાવન અવસરે દધેશ્વરધામ ખાતે મહાન સંગીતકાર રત્ન કર ના તીરે એમના અખંડ સંગીતની સુરાવલીઓ વચ્ચે બાપા સીતારામ ગૌ શાળા ઝુઝારપુર ના બેન્ડ પાર્ટીના સુરીલા સ્વરે સાધુ સંતોના હાથે જ્યારે એમ્બ્યુલન્સ નું લોકાર્પણ થવા જઈ રહ્યું હતું ત્યારે આ મહાન સંગીતના આરાધક એવા રત્નાકરએ ગૌ માતાની સેવામાં પોતાના સુર પુર્યા છે.અને આ ગૌ સેવાને વધાવી લીધી હતી.
એમ્બ્યુલન્સની ગૌ અર્પણ વિધિ મા પુ. ભોલેનાથ બાપુ સાથે ભાગવત ભુષણ ડો.મહાદેવ પ્રસાદ મહેતા તથા પુ.કમલનાથ બાપુ અને આ પરગણાની ગૌ શાળાઓના ગૌ ભક્તો જોડાયા હતા.
આ પ્રસંગે ગૌ સેવા અને પુ.ભાગવત ભુષણ ડો. મહાદેવ પ્રસાદ મહેતા એ બિરદાવીને પુ.ભોલેનાથ બાપુ ના તપ સાથે ના ગૌ સેવાને બિરદાવી અને આવા સંતો ગાય માતા માટે જે કાર્ય કરે છે તે ખુબ વંદનિય છે.
ગાય માતા ના નિવાસ સ્થાને કોઈ આશુરી શક્તિ કે પરમાણું કે કિટાણુ કે વાઇરસ જઈ શકતો નથી. માટે ગાય માતા આપ સર્વે ની તારણહાર છે.
પરમ આદરણીય ગુરુદેવ પુ.ભોલેનાથ બાપુ નો આ પરગણા ની બધી જ ગૌ શાળા વતિ હ્રદય થી આભાર માનીએ છીએ કે આપ દ્વારા માં ગૌ સેવા હોસ્પિટલમા એમ્બુલન્સની સેવા ઉપલબ્ધ થઈ છે.
જય ભોલેનાથ
જય માતાજી
મહાદેવ હર
ૐ નમો નારાયણ.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300