હારીજ- વાઘેલ રોડ પરથી ગેરકાયદેસર પિસ્તોલ સાથે ચંદ્રોડા ના શખ્સ ને LCBએ જડપી પાડયો

હારીજ- વાઘેલ રોડ પરથી ગેરકાયદેસર પિસ્તોલ સાથે ચંદ્રોડા ના શખ્સ ને LCBએ પકડ્યો..
ગુનામાં સંડોવાયેલા સમી ના શખ્સને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિશીલ કયૉ.
હારીજ- વાઘેલ રોડ પરથી ગેરકાયદેસર પિસ્તોલ સાથે બેચરાજી તાલુકા ના ચંદ્રોડા ગામ નાહારુનભાઈ ઉસ્માનભાઇ નાગોરી ઉ.વ.૩૩ ને પાટણ એલ.સી.બી પોલીસે ઝડપી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ પાટણ જીલ્લામાં ગે.કા હથિયારો શોધી કાઢવા કરેલ સુચના અનુસંધાને પાટણ એલ.સી.બી.પીઆઈ આર.જી.ઉનાગર ના સિધા માર્ગદર્શન હેઠળ ઉપરોકત કામગીરી કરવા સારૂ એલસીબી ટીમ હારીજ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન હકીકત મળેલ કે હારીજ વાઘેલ રોડ ઉપર પાંજોટ તલાવડી પાસેથી હારુનભાઈ ઉસ્માનભાઇનાગોરી ઉ.વ.૩૩ રહે.ચંદ્રોડા તા.બેચરાજી જી.મહેસાણા વાળો ગેરકાયદેસર પીસ્તોલ સાથે આવી રહ્યો છે જે હકીકત આધારે એલસીબી ટીમે ઉપરોક્ત માગૅ પર વોચ ગોઠવી ઉપરોક્ત શખ્સ નિકળતા તેને પકડી પાડી તેની તલાસી લેતાં તેની પાસેથી ગેરકાયદેસર ની પિસ્તોલ મળી આવતા તેની વિરૂધ્ધ હારીજ પો.સ્ટે ખાતે આર્મ્સ એકટ હેઠળ ગુનો રજી કરાવી કાયદેસરની કાર્યવાહી સારૂ હારીજ પો.સ્ટે સોપતા હારીજ પોલીસે ગુનો નોંધી આ કેસમાં સંડોવાયેલ ગફુરભાઇ ઇબ્રાહીમ ભાઇ સૈયદ (ખાખલીયા) રહે. સમી મોટો માઢ તા.સમી જી.પાટણવાળા ને ઝડપી લેવા ચક્રો ગતિશીલ કયૉ હોવાનું જાણવા મળ્યું છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300