આપણા ઘરોમાંથી ધીમે ધીમે બધું જ ભુલાઈ રહ્યું છે.

આપણે ત્યાં પહેલા દરેક ઘરોમાં પાણી પીવાં એક અલગ સ્પેશિયલ જગ્યા ખાસ રાખવામાં આવતી હતી. જેને પાણિયારું કહેવાતું હતું. આપણી કમનસીબીએ હવે આપણા ઘરોમાંથી પણિયારાનું નામોનિશાન મિટાવી દેવામાં આવ્યું છે.
પિત્તળના ગુંબજ ચકચકિત ઢાંકણ કેટ બીલાએ જોયું છે? પાણી માટે માટીનું માટલું જ હતું હજુ પાણીના માટલા તો મળે છે પણ એને ખરીદી ઘરમાં મુકવા વાલા શોધવા પડે એમ છે.
સીધા માટલામાંથી પાણી લઈ લેવાનો રિવાજ નહોતો. માટલામાં હાથ પરિવારનો કોઈ પણ સભ્ય સીધો નાખી શકતો નહોતો એક લાંબી સ્ટીકવાલી પકડવાની હતી એક છેડેથી પકડી બીજે છેડે એક ગ્લાસ પાણી ભરાઈ એવું નાનું પવાલું રહેતું હતું. જેને ” ડોયો” કહેવાતો હતો કેટલાએ ડોયો જોયો છે
ઘરમાં મંદિર પછી બીજું પવિત્ર સ્થાન પણિયારાનું હતું. રોજ સવારે પાણી આવે એટલે પાણિયારું આખું પાણીથી ધોવાતું હતું. માટલામાં હોય એટલું પાણી ફેંકી માટલું બરાબર ધોઈ ફરીથી પાણી ભરવામાં આવતું હતું માટલામાં સીધું પાણી કોઈ ભરતું નહોતું . પહેલા ડોયો હાથમાં લઈ ધોવામાં આવતો હતો. પછી એ દોયાથી માટલામાં પાણી લઈ ગ્લાસમાં પાણી રેડવામાં આવતું હતું. પછી ગ્લાસમાં પાણી પીવામાં આવતું હતું. પાણી જ્યારે માટલામાં ભરવામાં આવતું તે વખતે એક સ્વચ્છ સફેદ કપડાથી ગાળીને માટલા વિછલાયને રોજેરોજ તાજું પાણી ભરવામાં આવતું હતું ઘરની મહિલાવર્ગનો આ નિત્યકર્મ રહેતો હતો.
માટલા પર ઢકાતું ગોળ ઢાંકણ જેવું આવતું હતું એને બુઝારુ કહેવાતું હતું કેટલાકને યાદ છે. એ તો બહુ સુંદર નયનરમ્ય લાગતું હતું
ઉનાળામાં તો આપણી મમ્મી માટલા પર સફેદ સુંવાળો કટકો પણ ભીનો કરીને વીંટાળતી હતી. એનાથી વગર બરફ વગર ફ્રીઝે પાણી ઠંડું અને શીતળ રહેતું હતું .
ઉનાળામાં બજારમાંથી આવતા ફળ પણિયારામાં જ મુકાતા હતા .
આજના આધુનિક યુગમાં ઘરોમાંથી માટલા પણ ધીમે ધીમે ગાયબ થઈ રહ્યા છે તો બિચારા પાણીયારાનો ભાવ કોણ પુછે? હવે પણિયારાનું નવું સ્વરૂપ ફ્રીઝ આવી ગયું છે કોઈ ઝંઝટ નહી. ફ્રીઝ ખોલી પાણીની બોટલ સીધી ઉભા ઉભા મોઢે માંડી દેવાની. ગ્લાસ પાણિયારું બુઝારુ માટલું કોઈની જરૂર જ નહી .
આપણા ઘરોમાંના અગત્યના પણિયારા જગ્યાના અભાવે ધીમે ધીમે નષ્ટ થઈ રહ્યા છે. પહેલા ઘરમાં આવનાર સગા સબંધીઓ પડોશીઓ મિત્રમંડળનું સ્વાગત પાણીથી જ થતું હતું. એક ગ્લાસ મીઠું મધુર પાણી જાણે યુગોયુગોની પ્યાસ તરસ બુઝાવી દેતી હતું વાતચીતમાં સબંધોમાં એક જાતની શીતળતા મધુરતા ઓટોમેટિક આવી જતી હતી પાણી જ તમારું અર્ધુ કામ પતાવી દેતું હતું
અમુક ઘરોમાં પાણીયારા સુશોભિત અને આકર્ષક લાગતા હતા પાણીયારાની આજબાજુની જગ્યાઓમાં ઘરના મહિલાવર્ગે હાથે વણેલા શો પીસ પાણિયારાને એક અલગ ઉઠાવ આપતા હતા પાણિયારાની આજબાજુની રંગબેરંગી ટાઇલ્સ પાણિયારાને બરાબર ચમકાવતી હતી
પાણિયારુ સાથે ફળિયું ગોખલો તૂતક માળિયું કોઠરી કાઠીના હાથે ભરેલા પલંગ ભંડારિયા નલિયા ઓસરી પણ ગાયબ થઈ રહ્યા છે
આલેખન : અબ્બાસ કૌકાવાલા. સુરત
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300