સમી- રાધનપુર હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો, 6નાં મોત

સમી- રાધનપુર હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો, 6નાં મોત
Spread the love

સમી- રાધનપુર હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો, 6નાં મોત..

એસટી બસની અડફેટે આવેલી રીક્ષાનો કચ્ચરઘાણ થયો, હાઈવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો..

પોલીસ સહીત રાધનપુર ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચ્યા,મૃતકોના પરિવારને સહાય મળે તે માટે સરકારને ધારાસભ્ય દ્વારા રજૂઆત..

સમી-રાધનપુર હાઇવે પર ગોઝારા અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો.એસટી બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત થયો જેમાં 6 લોકોના મોત થયાનું સામે આવ્યું છે.આ અંગે મળતી માહિતી મુજબ રાધનપુરથી હિંમતનગર જતી બસે રીક્ષાને અડફેટે લીધી હતી.જેથી રિક્ષાનો કચ્ચરઘાણ થયો હતો. જ્યારે રીક્ષામા સવાર 6લોકોના મોત થયા હતા.
સમી- રાધનપુર હાઇવે પરના વચ્છરાજ હોટલ નજીક અકસ્માત સર્જાયો હતો.ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

સમી-રાધનપુર હાઇવે પર ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે.જૅ એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો જેમાં 6 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. જયારે મૃતકો રાધનપુરના વાદી વસાહતના રહેવાસી હતા. જેઓ પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાતા ઘટના બની હતી. જયારે બીજી તરફ લાશોને કાઢવા માટે ક્રેઈનને બોલાવવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ રાધનપુરથી હિંમતનગર જતી એસ.ટી બસે રિક્ષાને અડફેટે લીધી હતી. જેથી રિક્ષાનો કચ્ચરઘાણ થયો હતો. જ્યારે રિક્ષામાં સવાર 6 લોકોના મોત થયા હતા. સમી તાલુકાના ગોચનાદ નજીક હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર લોકો બસના આગળના ભાગમાં દબાઈ ગયા હતા. જ્યારે બસ રોડ નીચે ઊતરી ગઈ હતી અને ગોઝારા અકસ્માતમા 6લોકોના મોત નીપજતા પરિવારજનોમા શોકનો માહોલ છવાયો હતો અને ઘટનાને પગલે પંથકમાં અરેરાટી મચી જવા પામી હતી.

પોલીસ સહીત રાધનપુર ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચ્યા :-

રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરને ગોઝારા અકસ્માતની જાણ થતાં ધારાસભ્ય સહિત રાજકીય આગેવાનો અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યાં હતા.આ અકસ્માત ને પગલે આજુબાજુના લોકો ઘટના પહોંચ્યા હતા રાધનપુર હાઈવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઊઠ્યો હતો. એસટી અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો.એસટી બસની અડફેટે આવેલી રિક્ષાનો કુક્ચરઘાણ બોલી ગયો હતો. તેમજ મૃતકોનાં શરીર એકબીજાને ચોંટી ગયાં હતાં. જયારે આ અકસ્માતથી લોકોના રુવાંટાં ઊભાં કરી દેતાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. બીજી તરફ અકસ્માતને પગલે હાઈવે પર લોકોનાં ટોળેટોળાં એકત્ર થયાં છે. તેમજ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા .

મૃતકોના પરિવારને સહાય મળે તે માટે સરકારને રજૂઆત કરીશઃ રાધનપુર ધારાસભ્ય

રાધનપુરના ધારાસભ્ય લવીંગજી ઠાકોરે જણાવ્યું હતું કે, આજે ભયંકર અકસ્માતની ઘટના બની છે.જૅ એસટી બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રાધનપુરના વાદી વસાહતના 6 લોકોના મોત થયા હતા. જયારે ઘટનાને પગલે 108ને બોલાવવામાં આવી હતી. અને મૃતદેહોને બહાર કાઢવા માટે ક્રેઈનને પણ બોલાવવામાં આવી હતી. જયારે મૃતકો રાધનપુરના વાદી વસાહતના રહેવાસી હતા અને મૃતકોના પરિવારને સહાય અપાવવા માટે હું સરકારને રજૂઆત કરીશ. મૃતકોના પરિવારોને 4-4 લાખ રૂપિયા સીએમ ફંડમાંથી આપવામાં આવે તેવો હું પ્રયાસ કરીશ. આ તમામ મૃતકો તેમના ઘરે જઈ રહ્યા હતા. આ એક કરૂણ ઘટના છે તેવું રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરએ જણાવ્યું હતું.

અકસ્માત મૃતકોની યાદી :-

1. ફૂલવાદી બાબુભાઈ લાલાભાઇ (ઉ.વ 70)
2. ફૂલવાદી કાંતાબેન બાબુભાઈ (ઉ.વ 60)
3. ફૂલવાદી ઇશ્વરભાઇ લાલાભાઇ (ઉ.વ 75)
4. ફૂલવાદી તારાબેન ઈશ્વરભાઇ (ઉ.વ 70)
5. ફૂલવાદી નરેશભાઈ ઇશ્વરભાઇ (ઉ.વ 35)
6. ફૂલવાદી સાયરાબેન દિલૂભાઈ (ઉ.વ 35)

તમામનું રહેઠાણ અમરગઢ,રાધનપુર

રીપોર્ટ : અનિલ રામાનુજ રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!