સાંતલપુરના અંતરિયાળ ગામડામા પાણીના કુંડાનું વિતરણ કરાયું..

સાંતલપુરના અંતરિયાળ ગામડામા પાણીના કુંડાનું વિતરણ કરાયું..
પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના બાબરા સરકારી માધ્યમિક શાળા, બાબરા પ્રાથમિક શાળા અને વાવરડા પ્રાથમિક શાળામાં પાણીના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું હતું.રાધનપુર મા શ્રીસદારામ બ્લડ સેવા મા સેવા આપતા શૈલેષજી ભાવાજી ઠાકોર દ્વારા પાણી ના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શૈલેષજી ઠાકોર પોતે અવારનવાર સેવા આપે છે જેમ કે કોઈ ને ઇમરજન્શી લોહીની જરૂર પડે ત્યારે પણ ખડે પગ રહી સેવા આપે છે આ સિવાય ચકલી ઘર, ચણઘર માળા નુ પણ વિતરણ કરે છે આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે માધ્યમિક શાળાના આચાર્ય સંદીપભાઈ પ્રજાપતિ, પ્રાથમિક શાળા ના આચાર્ય ગેમરભાઈ દેસાઈ, બાવરડા પ્રાથમિક શાળા ના આચાર્ય હિતેષભાઇ તથા પંકજસિંહ હાજર રહ્યા હતા.
રિપોર્ટ : અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300