હિંમતનગર:શ્રી ગુરૂ રવિદાસ વિશ્વ મહાપીઠ ની બેઠક પ્રદેશ અધ્યક્ષ નટુભાઈ પરમાર ની અધ્યક્ષતામાં યોજાઇ .

આજ રોજ તારીખ 9 4 25 ના દિને હોટલ નમો સ્ટાર હિંમતનગર ખાતે શ્રી ગુરુ રવિદાસ મહાપીઠ ની મીટીંગ પ્રદેશ અધ્યક્ષ શ્રી નટુભાઈ પરમાર ની અધ્યક્ષતામાં મળી જેમાં પ્રદેશના હોદ્દેદારોની વિશેષ ઉપસ્થિતિ રહી આ મિટિંગમાં તારીખ 21 4 ના દિન એ શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ નું આઠમું રાષ્ટ્રીય અધિવેશન મળનાર હોય એ અંગેનું આયોજન કરવામાં આવ્યું તેમજ આગામી સમયમાં પ્રદેશ કક્ષાની કારોબારી બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું. તેમજ આવનાર સમયમાં રાજ્ય લેવલે સંમેલન બોલાવવા નું નક્કી કરવામાં આવ્યું
તારીખ 2-4 ના દીને રાષ્ટ્રીય અધ્યક્ષ અને આ સંસ્થાના આદ્ય સ્થાપક તેમજ ઉતરાખંડ સરકારના પૂર્વ મંત્રી શ્રી સુરેશ રાઠોડજી દ્વારા સમગ્ર દેશમાં પત્ર દ્વારા જાહેર કરવામાં આવેલ છે કે જો કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓ દ્વારા સંસ્થાના સમંતર નામનો ઉપયોગ કરી ખોટી રીતે સમાજને ગેરમાર્ગે દોરવાની પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તો કાયદેસરની કાર્યવાહી કરવી આ અંગે પણ ખૂબ ગંભીરતાપૂર્વક વિચારી સામૂહિક રીતે નક્કી કરવામાં આવ્યું કે જો કોઈ દ્વારા કોઈપણ જિલ્લામાં આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે તો તેને વિરોધ જિલ્લા કક્ષાએ કાયદેસરની કાર્યવાહી કરવી આમ આજની મીટીંગ ખૂબ મહત્વપૂર્ણ રહી અનેકવિધ નિર્ણયો લઈ આગળની કાર્યવાહી કરવા માટે નિર્ણયો કરવામાં આવ્યા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300