મુખ્યમંત્રી શ્રી તા.૧૧ એપ્રિલના રોજ વિસાવદર ખાતેથી વિકાસ કાર્યોનું ઈ – લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા.૧૧ એપ્રિલના રોજ વિસાવદર ખાતેથી અંદાજે રૂ. ૯૪ કરોડના વિકાસ કાર્યોનું ઈ – લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે
મુખ્યમંત્રી શ્રી વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે જાહેર સભા સંબોધશે: બ્રહ્માનંદ ચાપરડા આશ્રમની પણ મુલાકાત લેશે
જૂનાગઢ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિસાવદર ખાતેથી તા.૧૧-૪-૨૦૨૫ના સવારે ૧૦.૩૦ કલાકે અંદાજે રૂ. ૯૪ કરોડના કામોનું ઈ – લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે જાહેર સભાને સંબોધન પણ કરશે. ત્યારબાદ બ્રહ્માનંદ ચાપરડા આશ્રમની પણ મુલાકાત કરશે.
મુખ્યમંત્રીશ્રી જૂનાગઢ જિલ્લાની આંતર માળખાકીય સુવિધા અને જનસુખાકારીમાં વધારો કરતાં વિવિધ વિકાસ કાર્યોનું ઈ -લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે.
મુખ્યમંત્રીશ્રી વંથલી તાલુકાના ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડના ગોડાઉન કોમ્પલેક્ષ જૂનાગઢ શહેર તાલુકાના બીઆરસી ભવન, કેશોદ ગવર્મેન્ટ ગર્લ્સ હાઇસ્કુલના સહિતના વિકાસકામોનું એમ મળીને અંદાજે રૂ. ૩૬.૯૫ કરોડના વિકાસ કામોનું ઈ – લોકાર્પણ કરશે. ઉપરાંત જૂનાગઢ શહેર તાલુકાના નવા આઈટીઆઈ બિલ્ડીંગના બાંધકામ તથા સબ રજીસ્ટર કચેરી અને સીટી સર્વે કચેરી બનાવવાનું કામ, મામલતદાર કચેરી માળીયાહાટીના, જિલ્લા પંચાયત સંચાલિત સ્પોર્ટ્સ ક્લબ ક્લબમાં બેડમિન્ટન કોર્ટ, તેમજ વિસાવદર, કેશોદ, માણાવદર, વંથલી અને ભેસાણ તાલુકાના જુદા જુદા રોડના એમ અંદાજે રૂ. ૫૭.૧૩ કરોડના કામનું ઈ – ખાતમુહૂર્ત કરશે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300