ઇતિહાસમાં અમર વીર ની ગાથાને દર્શાવતા મેમોરિયલનું પ્રવાસન મંત્રી શ્રી ના હસ્તે ખાતમુહૂર્ત

ઇતિહાસમાં અમર વીર દેવાયત બોદર, રા’નવઘણ, વીર ભીમડા વાલ્મિકી અને દાસી વાલબાઈની ગાથાને દર્શાવતા મેમોરિયલનું પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે ખાતમુહૂર્ત
જૂનાગઢમાં ઉપરકોટ ખાતે અંદાજે રૂ. ૪ કરોડના ખર્ચે સ્મારક નિર્માણ પામશે
ઐતિહાસિક ધરોહર અને સંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવા કેન્દ્ર- રાજ્ય સરકાર ઉદાર હાથે બજેટ ફાળવે છે : પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા
વીર દેવાયત બોદર, રા’નવઘણ, વીર ભીમડા વાલ્મિકી અને દાસી વાલબાઈની શોર્યગાથા અને બલિદાન આવનારી પેઢીને પ્રેરણા પૂરી પાડશે : પ્રવાસન મંત્રીશ્રી
પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્ર ચુડાસમા તથા શ્રી જવાહરભાઈ ચાવડા, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ
જૂનાગઢ : ઇતિહાસમાં અમર વીર દેવાયત બોદર, રા’નવઘણ, વીર ભીમડા વાલ્મિકી અને દાસી વાલબાઈની ગાથાને દર્શાવતા મેમોરિયલનું પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર પુરાતત્વ અને સંગ્રહાલય ગાંધીનગર દ્વારા ઉપરકોટ ખાતે નિર્માણ પામનાર વીર દેવાયત બોદર, રા’નવઘણ, વીર ભીમડા વાલ્મિકી અને દાસી વાલબાઈના ઇતિહાસને દર્શાવતુ મેમોરિયલ અંદાજે રૂ. ૪ કરોડના ખર્ચે બનશે. આ સ્મારકનું નિર્માણ કાર્ય ૯ -૧૦ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. મંત્રીશ્રીએ આ પ્રસંગે અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના સૂત્ર વિકાસ ભી વિરાસત ભી મંત્રને સાર્થક કરવા ઐતિહાસિક ધરોહર અને સંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવા કેન્દ્ર- રાજ્ય સરકાર ઉદાર હાથે બજેટ ફાળવે છે. તેમણે ઉમેર્યું હતું કે ઉપરકોટ ખાતે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે અહીં આવનાર પ્રવાસીઓ તેમજ આપણી ભાવિ પેઢી સામાજિક સમરસતા, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રધર્મની પ્રેરણા પ્રાપ્ત કરશે. અને આપણા ઉજ્જવળ વારસાથી માહિતગાર થશે.
ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન પ્રસંગે યોજાતા માધવપુરના ઘેડના મેળાને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના પ્રયાસોથી આ મેળો હવે વિશ્વવિખ્યાત બનવા તરફ આગળ વધી રહ્યો છે. માધવપુરના મેળાની ભવ્યતા અને દિવ્યતાથી રાજ્યભરમાં પહોંચે તે માટે આ વખતે પ્રથમ વખત અમદાવાદ, વડોદરા, સુરત અને સોમનાથમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.
તેમણે ઉમેર્યુ હતૂં કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં પ્રવાસનના વિવિધ પ્રોજેક્ટ હાલ પ્રગતિ હેઠળ છે.
ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ કહ્યું કે, ઇતિહાસમાં અમર પાત્રો વીર દેવાયત બોદર, રા’નવઘણ, વીર ભીમડા વાલ્મિકી અને દાસી વાલબાઈના વિશ્વસનિયતા, ત્યાગ, ખાનદાની, સમર્પણ જેવા ગુણો આ સ્મારકના માધ્યમથી ઉજાગર થશે.
રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે, ઇતિહાસમાં 1000 વર્ષ પહેલા આપેલા બલિદાનને યાદ રાખવા માટે ઉપરકોટ ખાતે મેમોરિયલ બનનાર છે. ત્યારે આપણા ઇતિહાસ અને બલિદાન મેમોરિયલનું નિર્માણ એ સ્વપ્ન હતું. જે હવે સાકાર થવા જઈ રહ્યું છે.
ધારાસભ્ય શ્રીસંજયભાઈ કોરડીયા જણાવ્યું હતું કે, આ મેમોરિયલ થકી માતૃશક્તિ, ભાઈ-બહેનના પ્રેમ, પત્નીનું સમર્પણ, વફાદરી જેવા ગુણો આવનારી પેઢીને આત્મસાત કરવા માટે પ્રેરિત કરશે. આપણો ભવ્ય ઇતિહાસ, સંસ્કૃતિ અને વિરાસત જળવાઈ રહે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર વિકાસ ભી વિરાસત ભી ના સૂત્રને સાર્થક કરી રહી છે.
જામનાગરના સાંસદ શ્રી પૂનમબેન માડમે આ સ્મારક સામાજિક સમરસતાનું પણ એક ઉત્તમ ઉદાહરણ બની રહેશે. તેમ જણાવ્યું હતું. તાલાળા ધારાસભ્ય શ્રી ભગાભાઈ બારડે પણ પ્રાસંગિક સંબોધન કર્યું હતુ.
મંત્રી શ્રી મુળુભાઈ બેરા સહિતાના મહાનુભાવોએ ખાતમુહૂર્ત બાદ અડી કડી વાવ, નીલમ તોપ, નવઘણ કુવા સહિતના સ્થળોની મુલાકાત કરી જાણકારી મેળવી હતી.
આ પ્રસંગે મહંત શ્રી મહાદેવ ગીરીબાપુ, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢ મહાનગરપાલિકા મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા, જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, માણાવદર ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી, જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન, ધારાસભ્ય સર્વશ્રી ઉદય કાનગડ, શ્રી હેમંતભાઈ ખવા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીમતી પલ્લવીબેન ઠાકર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવ રૂપારેલીયા, સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા, પૂર્વ ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર, મનપાના શાસક પક્ષના નેતા શ્રી મનન અભાણી, અગ્રણી સર્વશ્રી નટુભાઈ ભાટુ લક્ષ્મણભાઈ વસરા, લીરીબેન માડમ સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ અને લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300