અંબાજી – “રામ નવમી ” નિમિતે બંસી ગૌશાળા દ્વારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું…..

અંબાજી – “રામ નવમી ” નિમિતે બંસી ગૌશાળા દ્વારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું…..
શોભાયાત્રા માં જોડાનાર ભાવિકો માટે ઠંડા શરબત અને લીંબુ પાણી ના સ્ટોલ સેવકો દ્વારા ઊભા કરાયા……
બાળકો ની રેલી સ્કેટિંગ રેલી નું પણ આયોજન…..
અસત્ય પર સત્ય નો વિજય દિવસ એટલે “રામ નવમી” ચૈત્રી નવરાત્રી ના શક્તિ પર્વ ના નવમા દિવસે રાવણ નો અંત અને પ્રભુ શ્રી રામ ના વિજય દિવસ તરીકે ઓળખાતા રામ નવમી એ દેશ ભર માં ઉજવાતો પર્વ છે.જેને લઇ બાલ – અબાલ ,વૃદ્ધ તમામ ને ઉત્સાહ હોય છે.ત્યારે દેશ ભર માં ઉત્સવ તરીકે ઉજવાતા પર્વ ની દેશભર માં ઉજવણી કરાઈ રહી છે.
ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે પણ રામનવમી પર્વ ની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી. જેમાં શોભાયાત્રા ની સુરક્ષા અર્થે અંબાજી પોલીસ સ્ટાફ પણ ખડે પગે હાજર રહ્યો હતો.
બંસી ગૌસેવા ટ્રસ્ટ દ્વારા ભવાની પેલેસ હોટલ પાસે નિર્મિત થઈ રહેલા રામ મંદિરે થી બપોરે ભગવાન શ્રી રામ ની ભવ્ય શોભા યાત્રા અને રેલી નું આયોજન કરાયું હતું જેમાં ગામ ના સ્થાનિક સહિત દર્શનાર્થે આવેલ યાત્રિકો પણ મોટા પ્રમાણ માં ઉત્સાહભેર જોડાયા હતા.આ શોભાયાત્રા સમગ્ર અંબાજી નગર નું પરિભ્રમણ કરી પાછી રામ મંદિરે પહોંચી હતી.જેમાં ગામ ના સેવાભાવી લોકો દ્વારા શોભાયાત્રા માં જોડાયેલ લોકો ને ગરમી થી બચવા માટે લીંબુ પાણી અને ઠંડા શરબત ના સ્ટોલ નગર યાત્રા ના માર્ગો માં ઊભા કરાયા હતા, તો અંબાજી ભાજપા ના કાર્યકર્તાઓ દ્વારા ઠંડા પાણી ની બોટલો નો સ્ટોલ ઉભો કરાયો હતો,જ્યારે અમુક સેવાભાવિકો દ્વારા ભગવાન શ્રી રામ ના નામની કેક કાપી હતી. શોભાયાત્રા માં નવા આકર્ષણ ઝાંખી જોવા મળી હતી ગામ લોકો રામનવમી નિમિત્તે લોકો સંદેશા આપ્યો હતો નાના બાળકો ની સ્કેટિંગ રેલી દ્ગારા આકર્ષણ નું કેન્દ્ર હતું આ વખતે આયોજન કરાયું હતું જેમાં ગામ ના બાળકો દ્વારા શોભાયાત્રા માં સ્કેટિંગ પર ભગવા ઝંડા સાથે રેલી કાઢી હતી ત્યારે સમગ્ર અંબાજી નગર ના માર્ગો જય શ્રી રામ ના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા.
પર્વ ની ઉજવણી અર્થે બંસી ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા અઠવાડિયા પહેલા થી જ ગામ ના શેરી – ગલી વિસ્તારો માં લોકો માં ઉત્સાહ જગાડવા માટે રેલી અને સ્કેટિંગ રેલી ના આયોજન ના કાર્યક્રમ માટે તૈયારીઓ માટે રિહર્સલ કરાયા હતા.જેમાં પણ લોકો એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.રામ નવમી ની સમી સાંજ જય શ્રી રામ ના નાદ થી ગુંજી ઊઠી હતી.
રિપોર્ટ : અમિત પટેલ અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300