જે ગામ માં નરસિંહ મહેતા નો જન્મ થયો હોય એ ગામ ને ભક્તિ વિશે ના સમજવું પડે. પૂ. ભારદ્વાજ બાપુ

જે ગામ માં નરસિંહ મહેતા નો જન્મ થયો હોય એ ગામ ને ભક્તિ વિશે ના સમજવું પડે. પૂ. ભારદ્વાજ બાપુ
નરસિંહ મહેતા ની જન્મ ભૂમિ તળાજા માં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સંગઠન દ્વારા વારાહી મંદિરે ભગવાન શ્રી રામ પ્રાગટ્ય દિવસે સુપ્રસિદ્ધ શિવ કથાકાર ભારદ્વાજ બાપુ તેમજ બજરંગ દળના તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય પૂજા તેમજ આરતી ઉતારી નગર યાત્રા પ્રારંભ કરવામાં આવ્યો હતો, હજારો લોકો આ યાત્રા માં જોડાયા હતા
તળાજા ના મુખ્ય માર્ગ જય શ્રી રામ ના નારા બગરંગી ભાઈઓ દ્વારા લગાવી તળાજા ના દરેક માર્ગ માં શોભા યાત્રા જે રૂટ ઉપર થી પસાર થઈ ગઈ હતી એ રસ્તા પર પણ રામ નામ ગુંજ રહી ગઈ હતી, આટલો તાપ હોવા છતાં રામ નામ થી બધા ભક્તો ને છાયો મળતો હોય તેમ લિન થયા હતા. તળાજા ના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ તેમજ નગર પાલિકા પ્રમુખ હેતલબેન રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા
યાત્રા રૂટ ઉપર છાશ, કોલ્ડ્રિંક, ફ્રૂટ, ફરાળી સૂકીભાજી સહિત નું પ્રસાદ સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું
વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બગરંગ દળ દ્વારા દરેક તળાજા વાળા નો આભાર માન્યો હતો
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300