જુનાગઢ : જાગૃત જન સેવા મહિલા મંડળ અને રામસેતુ સેવા સખી મંડળ દ્વારા છાશ વિતરણ કરાયું

જુનાગઢ : જાગૃત જન સેવા મહિલા મંડળ અને રામસેતુ સેવા સખી મંડળ દ્વારા છાશ વિતરણ કરાયું
આજરોજ પવિત્ર પુરુષોત્તમ ભગવાનશ્રી રામજી ના દિવસ એવા રામનવમી નિમિત્તે જાગૃત જનસેવા મહિલા મંડળ ટ્રસ્ટ અને રામ સેવા સેતુ સખી મંડળ ટ્રસ્ટ દ્વારા જે જૂનાગઢમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળે છે તેમાં દિવાનચોક ખાતે આવેલ ત્યાં ભાવિક ભક્તો ની સંખ્યા ખૂબ જ પ્રમાણમાં વધારે હોય છે ત્યારે લોકોએ ઠંડી છાશનું વિતરણ કરેલ હતું જેમાં ખુબ મોટી સંખ્યામાં લાભ લીધેલ હતો જેમાં બંને ટ્રસ્ટ ના તમામ બહેનો અને કાર્યકર્તાઓ હાજર રહેલ ત્યારે અમોને હર હંમેશ ઈશ્વર આવા સેવા ના કાર્ય કરવાની શક્તિ આપે એવી ઈશ્વર પાસે શક્તિ ની પ્રાર્થના પણ કરી હતી.તેમ પ્રમુખ સીમાબેન મકવાણા અને પ્રમુખ પૂજાબેન રાજપૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300